Homeગામનાં ચોરેશિક્ષકે ધોરણ સાતના વિદ્યાર્થીને એટલો માર માર્યો કે મોત થઈ ગયું

શિક્ષકે ધોરણ સાતના વિદ્યાર્થીને એટલો માર માર્યો કે મોત થઈ ગયું

Team Chabuk-National Desk: રાજસ્થાનના ચુરુની મોર્ડન પબ્લિક સ્કૂલના સાતમાં ધોરણના વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ભારે મારના કારણે તેના શરીરના નાજુક અંગો પર ઈજા પહોંચી હતી અને તેનું મોત થઈ ગયું હતું. આ વાત શિક્ષા વિભાગની તપાસમાં પણ સામે આવી છે. પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઢોર માર મારવાના કારણે વિદ્યાર્થીનું લિવર ડેમેજ થઈ ગયું હતું અને તેનું મોત થઈ ગયું હતું.

બુધવારના રોજ વિભાગીય તપાસ બાદ આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ શિક્ષા અધિકારીને માધ્યમિક શિક્ષા નિદેશાલય બીકાનેર ખાતે સોંપી દેવામાં આવ્યો છે. જ્યાંથી માન્યતા પૂર્ણ કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે. આજે માન્યતા રદ થવાનો આદેશ જાહેર થઈ શકે છે. સાથે જ બાળકોને નજીકની શાળાઓમાં શિફ્ટ કરવામાં આવશે. પ્રથમ વખત એવું હશે કે કોઈ ખાનગી શાળાની માન્યતા રદ કરવામાં આટલી ઝડપથી કાર્યવાહી થઈ રહી છે.

જિલ્લા શિક્ષા અધિકારીએ પોતાની રિપોર્ટ પ્રારંભિક શિક્ષા નિદેશાલયની પાસે પહોંચાડી દીધી છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, 13 વર્ષીય બાળક ગણેશને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો. જેથી તેના શરીરના સંવેદનશીલ અંગોમાં ઈજા પહોંચી અને તેનું મોત થઈ ગયું.

આ શાળામાં ધોરણ આઠ સુધી અભ્યાસ થાય છે. 150 બાળકો અભ્યાસ કરે છે. મૃતક ગણેશના ક્લાસમાં 21 બાળકો ભણી રહ્યા હતા. શિક્ષા મંત્રી ગોવિન્દ સિંહ ડોટાસરાએ નિદેશક પાસેથી આ શાળાની રિપોર્ટ માગી હતી. દોષિત હોવા પર માન્યતા રદ કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે, શિક્ષામંત્રી સ્વયં આ ઘટના બાદ નારાજ છે. શાળાની માન્યતા રદ કરવાના જલ્દી જ આદેશ આપવામાં આવ્યા છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments