Homeગુર્જર નગરીલો બોલો, અમદાવાદ રિવરફ્રન્ટ પર ACPનું ખિસ્સુ કપાયું ! 40 હજારનો ફોન...

લો બોલો, અમદાવાદ રિવરફ્રન્ટ પર ACPનું ખિસ્સુ કપાયું ! 40 હજારનો ફોન ચોરાયો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં હવે ખુદ પોલીસ પણ સુરક્ષિત નથી. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ખુદ પોલીસ અધિકારીનો ફોન ચોરી થયાની ઘટના સામે આવી છે. શહેરના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક એસીપી રવિવારની રજાના દિવસે સાયકલિંગ માટે રિવરફ્રન્ટ ગયા હતા. જ્યાં સાયકલ સ્ટેશન પરથી સાયકલ લીધા બાદ સાયકલિંગ કરી સાયકલ પરત આપવા ગયા ત્યારે તસ્કરોએ તેમના ટ્રેકના ખિસ્સામાંથી 40 હજારનો ફોન ચોરી લીધો હોવાનો દાવો કરાયો છે. આમ, ખુદ પોલીસ અધિકારી જ ભોગ બનતા અનેક સવાલો ઉઠ્યા છે.

ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં રહેતા એસીપી આર આર સરવૈયા પૂર્વના ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. રવિવારના દિવસે તેઓ તેમની કાર લઈને રિવરફ્રન્ટ પર આવ્યા હતા. જ્યાં સરદાર બ્રિજ નીચે માય બાઇક સાયકલિંગ સ્ટેન્ડ પરથી સાયકલ ભાડે લઈ તેઓ સાઈકલિંગ કરી રહ્યા હતા. સાયકલ લઈ તેઓએ વલ્લભસદન સુધી ગયા હતા અને બાદમાં પરત આવી સાયકલ જમા કરાવી હતી.

જો કે, ટ્રેકશૂટમાંથી તેઓ કારની ચાવી કાઢવા ગયા તો તેમને જાણ થઈ કે તેમનો મોબાઈલ ખિસ્સામાં નથી. ઘણી શોધખોળ બાદ પણ ફોન ન મળતા સાયકલ જમા કરાવતી વખતે કોઈએ ટ્રેકશૂટમાંથી ફોન ચોરી કર્યો હોવાનું જણાયું હતું. જેને લઈને તેમણે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ચોરીની ફરિયાદ નોંધવી હતી.

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર વહેલી સવારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપરાંત પોલીસ કર્મીઓ, અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહ ખુદ પણ સાયકલિંક માટે આવતા હોય છે. આ ઘટના પરથી શહેરીજનોની સુરક્ષા પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. જો, ખુદ પોલીસનું ખિસ્સુ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકો શું કરે ? હવે સવાલ એ છે કે, ચોરી કરનારો આરોપી ઝડપાય છે કે તેના સુધી પહોંચવામાં પોલીસના હાથ ટૂંકા પડે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments