Homeગામનાં ચોરેપત્ની અને ત્રણ બાળકોને ખીર ખવડાવી માથા પર પાવડાના ઘા ઝીંકી હત્યા...

પત્ની અને ત્રણ બાળકોને ખીર ખવડાવી માથા પર પાવડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી અને પછી પોતે પણ મોક્ષ લઈ લીધો

Team Chabuk-National Desk: હરિયાણાના હિસ્સારમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આત્મહત્યા કરનારો રમેશ મોક્ષ પ્રાપ્તિ કરવા ઈચ્છતો હતો. જેથી તેણે આ પગલું ભર્યું હતું. ઘટના બાદ ગ્રામ્યજનો પણ ડઘાઈ ગયા હતા. કેટલાક લોકો રમેશના ઘરની આસપાસ પહોંચી ગયા હતા.

નંગથલા ગામના રહેવાસી રમેશે તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી ખૂદ આત્મહત્યા કરી લીધી હતી. પાંચે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અગ્રોહા મેડિકલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી પ્રાપ્ત થતા હિસ્સારના ડિઆઈજી બલવાન સિંહ રાણા, ડીએસપી નારાયણસિંહ, અગ્રોહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

અગ્રોહા પોલીસને માહિતી મળતા તેમને એક મૃતદેહ બરવાલા રોડ પર સંદિગ્ધ અવસ્થામાં પડેલો મળ્યો હતો. પોલીસે જઈને જોયું તો તેના શરીર પર ઈજાના નિશાન હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈ વાહનની ઝપેટમાં આવવાથી તેનું નિધન થઈ ગયું. મૃતકની ઓળખ નગંથલાના રમેશ તરીકે થઈ હતી. જે પછી લોકો રમેશના ઘર પાસે એકઠા થઈ ગયા હતા.

જ્યાં ગ્રામ્યજનોએ રમેશની પત્ની અને તેના ત્રણ બાળકોની લાશ સંદિગ્ધ અવસ્થામાં પડેલી જોઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ચારેના માથા પર પાવડાથી જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અગ્રોહા ખસેડ્યા હતા. મૃતકમાં સુનીતા 15 અને અન્ય 13 વર્ષની એક છોકરી છે જ્યારે 10 વર્ષનો એક પુત્ર પણ છે.

શોધખોળ કરતા પોલીસના હાથમાં રમેશની ડાયરી લાગી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ દુનિયા રહેવા લાયક નથી. હું આ દુનિયામાં રહેવા નથી ઈચ્છતો પણ વિચારું છે કે મારી મૃત્યુ બાદ મારા પરિવારજનોનું શું થશે? જેથી મેં રાતે ખીર બનાવી અને તેમાં ઝેરી પદાર્થ નાખી પત્ની સહિત બાળકોને ખવડાવી દીધો.’

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રમેશે રાતના પાવડો ઝીંકીને પત્ની સહિત ત્રણે બાળકોની હત્યા કરી નાખી. બાદમાં વીજળીના વાયરથી કરંટ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી તેણે બરવાલા રોડ પર અજ્ઞાત વાહનની ઝપેટમાં આવી જઈ મોતને મીઠું કરવાનું નક્કી કર્યું. મૃતકની અગ્રોહામાં દુકાન છે. જ્યાં તે પેન્ટરનું કામ કરતો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments