Team Chabuk-Gujarat Desk: ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમ દ્વારા પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપી પડાયું છે અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
‘અલ હુસૈની’ નામની પાકિસ્તામાંથી ઝડપાયું ડ્રગ્સ
કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં, જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.
Indian Coast Guard, in a joint operation with Gujarat ATS, has apprehended a Pakistani fishing boat ‘Al Huseini’ with 6 crew in Indian waters carrying 77 kgs of heroin worth approximately Rs 400 crores: PRO Defence, Gujarat
— ANI (@ANI) December 20, 2021
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં કઈ જગ્યાએ મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોની સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે અવાર નવાર મળી આવતા ડ્રગ્સના જથ્થાથી દરિયાઈ સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા છે. સરકાર માટે પણ આ બાબત માથાનો દુઃખાવો બની છે.
(ફાઈલ ફોટો)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
