Homeગુર્જર નગરીઅમદાવાદ: લ્યો બોલો... વીસ મહિનાથી જેને બાંગ્લાદેશી નાગરિક સમજી જેલમાં નાખ્યો હતો...

અમદાવાદ: લ્યો બોલો… વીસ મહિનાથી જેને બાંગ્લાદેશી નાગરિક સમજી જેલમાં નાખ્યો હતો એ ભારતીય નીકળ્યો

Team Chabuk-Gujarat Desk: કેદ થયા હોય અને લાંબા સમય પછી છૂટે એવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં નોંધાયો છે. અમદાવાદના ચંડોળા તળાવ નજીક એક પરિવાર વર્ષ 1965થી રહે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. અહીં પોલીસ એક યુવકને બાંગ્લાદેશી સમજી ઉઠાવી ગઈ હતી.

આ યુવકનો પરિવાર છૂટક મજૂરી અને બાંધકામ સાથે જોડાયેલો છે. તેના પરિવારમાં ચાર પુત્રો, માતા-પિતા અને પત્ની છે. પરિવારનો આધાર આ યુવક પર છે, પરંતુ પોલીસ તેને બાંગ્લાદેશી સમજી ઉઠાવી ગઈ અને તેનો 20 મહિને છૂટકારો થયો. વીસ મહિને છૂટકારો થયો તેમાં માતાએ કરેલી હેબિયસકોર્પ જવાબદાર છે. અંતે યુવકને હાઈકોર્ટે છોડી દેવાનો આદેશ કર્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે કોર્ટમાં યુવક તરફી વકીલ આનંદભાઈ યાજ્ઞિક દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ પરિવાર છેલ્લા 55 વર્ષથી અમવાદમાં જ રહે છે. તેમનો બાંગ્લાદેશ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તેમની પાસે ભારતીય નાગરિક હોવાના તમામ પુરાવાઓ હોવા છતાં પોલીસ તેમને બાંગ્લાદેશી નાગરિક ગણાવી ઉઠાવી ગઈ હતી.

વકીલ આનંદ યાજ્ઞિકે અહીં વધુમાં જણાવ્યું હતું કે, જેના માતા પિતા ભારતીય હોય તેમનો પુત્ર બાંગ્લાદેશી કેવી રીતે હોઈ શકે? SOGએ આ યુવકના નાગરિકત્વ માટે સ્ક્રૂટિની કાઢીને તેના ભારતીય હોવાના પુરાવા માગવા તેને જેલમાં રાખ્યો હતો. આ કૃત્ય ગેરબંધારણીય છે.

આ પૂર્વે પણ પોલીસ એક યુવકને બાંગ્લાદેશનો નાગરિક હોય એમ કહી ઉઠાવી ગઈ હતી. અવાર નવાર પોલીસ દ્વારા થતી કનડગતની સામે હાઈકોર્ટ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે. કોર્ટે તાત્કાલિક આ ભારતીય યુવાનને છોડી દેવાનો આદેશ કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments