Homeગુર્જર નગરીસુરતની કેરટેકરની ક્રૂરતા: આઠ મહિનાના બાળકનો વારંવાર કાન આમળ્યો, થપ્પડો મારી અને...

સુરતની કેરટેકરની ક્રૂરતા: આઠ મહિનાના બાળકનો વારંવાર કાન આમળ્યો, થપ્પડો મારી અને ખાટલા પર જોર જોરથી પછાડતા બ્રેઈન હેમરેજ થઈ ગયું

Team Chabuk-Gujarat Desk: ઘરમાં સ્ત્રી અને પુરુષ બંને કમાતા હોય તો નાના બાળકની પરવરિશ માટે કેરટેકર રાખે છે. જેને આયા કહે. સુરતમાં એક કેરટેકરનું હિંસક કૃત્ય સીસીટીવીમાં કેદ થયું છે. જે જોઈને કોઈ પણ વ્યક્તિ વિચલિત થઈ જાય કે આ સ્ત્રીમાં દયા નામનો છાંટો પણ નહીં હોય. સમગ્ર ઘટના સુરત શહેરના રાંદેર પાલનપુર પાટિયા હિમગિરી સોસાયટીની છે. જ્યાં શિક્ષકના આઠ મહિનાના બે જોડીયા પુત્રોને સાચવવા એક કેરટેકર રાખવામાં આવી હતી.

કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો બાળક પર કાઢ્યો હતો. એણે કુમળા બાળકની સાથે એવી રીતે વર્તન કર્યું જ્યારે તે બાળકની રમવાની કોઈ ઢીંગલી હોય. પહેલા તેના મજબૂત હાથેથી કાન આમળ્યા અને પછી હવામાં અદ્ધર ફંગોળ્યું. આમ કરવાથી બાળક મૂર્છિત થઈ ગયું હતું. કેરટેકરે આ અંગેની જાણકારી ફોન કરી બાળકના માતા પિતાને આપી હતી. બાળકને અહીંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં બાળકને બ્રેઈન હેમરેજ થયાનું સામે આવ્યું હતું.

અંતે બાળકના બેભાન થવાનું કારણ શું તે જાણવા માટે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાને તપાસવામાં આવ્યા હતા. જ્યાં કેરટેકરે આચરેલી નિર્દયતા અને ક્રૂરતાનું વિચલિત કરતું દૃશ્ય સામે આવ્યું હતું. અંતે આ સમગ્ર ઘટના રાંદેર પોલીસ મથકમાં પહોંચી હતી. આ અંગે મોડી રાત્રે બાળકના પિતા મિતેશભાઈ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવતા, કેરટેકર કોમલ રવિ ચાંદલેકરની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. આરોપી મહિલા કોમલનો પતિ પણ શિક્ષક છે. તેણી ત્રણ મહિનાથી ત્રણ હજાર રૂપિયાના પગારે અહીં કેરટેકર તરીકે સેવા આપતી હતી. ટ્વીન્સ બાળકના પિતા શાળામાં શિક્ષક છે અને તેની માતા ITIમાં ઈન્સ્ટ્રક્ચર છે.

પોલીસે આ દયાહિન કેરટેકર અંગે કહ્યું હતું કે, કોમલને કોઈ પણ સંતાન નથી ઉપરથી તે તણાવમાં હોવાથી બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. હાલ તો સુરતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં નોકરી કરતા માતા-પિતા, જે પોતાના બાળકોને કેરટેકરના હવાલે કરી પૈસા કમાવવા જાય છે તેમના માટે લાલબત્તી સમાન આ કિસ્સો બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments