Team Chabuk-Gujarat Desk: મહાનગરપાલિકાઓમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં હવે મેયર સહિતના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ અને વડોદરા શહેરના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે. જ્યારે વડોદરા શહેરના નવા મેયર તરીકે પિંકીબેન સોનીની પસંદગી કરવામાં આવી છે. બન્ને મહાનગરપાલિકાઓમાં અઢી વર્ષ માટે મહિલા મેયર રહેશે.
અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં મેયર સહિત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નવા નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો
મેયર- પ્રતિભા જૈન
ડેપ્યુટી મેયર- જતીન પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન- દેવાંગ દાણી
શાસક પક્ષના નેતા- ગૌરાંગ પ્રજાપતિ
વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો
મેયર- પિંકીબેન સોની
ડેપ્યુટી મેયર- ચિરાગ બારોટ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન- ડો. શિતલ મિસ્ત્રી
શાસક પક્ષના નેતા- મનોજ પટેલ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
