Homeગુર્જર નગરીજાડી ચામડીનો ચોર ! ટ્રેક્ટરના વ્હીલ નીચે ચોર આવી ગયો છતાં ટ્રેક્ટર...

જાડી ચામડીનો ચોર ! ટ્રેક્ટરના વ્હીલ નીચે ચોર આવી ગયો છતાં ટ્રેક્ટર તો ચોરી જ ગયો

Team Chabuk-Gujarat Desk: અરવલ્લીના મોડાસામાંથી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચોર શૉ રૂમની બહાર પાર્ક કરેલા એક ટ્રેક્ટરની ચોરી કરે છે. વાહનની ચોરી રોજ ક્યાંકને ક્યાંક થતી હોય છે. પરંતુ આ કિસ્સો એટલા માટે ચોંકાવનારો છે કે, ચોરી કરવા આવેલો ચોર પોતે જ ટ્રેક્ટરના પૈડા નીચે કચડાઈ જાય છે. છતા તે ટ્રેક્ટર લઈને જ ત્યાંથી જાય છે.

આ ચોરીની ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચોર ટ્રેક્ટરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ જાય છે. ટ્રેક્ટર ગિયરમાં હોવાથી આગળ ચાલવા લાગે છે. આ દરમિયાન જ ચોરનો એક પગ ટ્રેક્ટરના વ્હીલમાં ફસાય જાય છે. ચોરને નીકળવાનો સમય નથી મળતો અને ટ્રેક્ટર ચોર પર ફરી વળે છે. જો કે, ત્યારબાદ આ જાડી ચામડીનો ચોર ઉભો થાય છે. લથડિયા ખાતો ટ્રેક્ટર પાસે પહોંચે છે અને ટ્રેક્ટર લઈને ફરાર થઈ જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો મોડાસાના હજીરા વિસ્તારનો હોવાનો ખુલાસો થયો છે. હાલ આ અંગે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments