Homeદે ઘુમા કેINDvsPAK: ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે 228 રનથી શાનદાર જીત, કુલદીપની 5 વિકેટ

INDvsPAK: ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે 228 રનથી શાનદાર જીત, કુલદીપની 5 વિકેટ

Team Chabuk-Sports Desk: ભારતે એશિયા કપ સુપર-4ની મેચમાં પાકિસ્તાનને 228 રને કારમો પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 8 વિકેટે 128 રન બનાવી શકી હતી. ઈજાને કારણે પાકિસ્તાનના બે ખેલાડી બેટિંગ માટે આવ્યા નહીં. આ જીત સાથે ભારતે બે પોઈન્ટ મેળવી લીધા છે.

કુલદીપ યાદવની 5 વિકેટ

પાકિસ્તાન તરફથી ફખર જમાને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. ફખર ઝમાન કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ઈમામ-ઉલ-હક માત્ર 9 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ બાબર આઝમ (10) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોહમ્મદ રિઝવાન 2 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. આઘા સલમાન 23 રન બનાવી આઉટ થયો હતો. ઈફ્તિખાર અહમદ પણ 23 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. શાદાબ ખાન 8 રન બનાવી આઉટ થયો હતો. ફહીમ અશરફ 4 રન બનાવી કુલદીપની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે નસીમ શાહ અને હારિસ રઉફ ઈજાને કારણે બેટિંગ માટે આવ્યા નહીં. ભારત માટે કુલદીપ યાદવે 8 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી હતી.

કોહલીની વનડે કરિયરની 47મી સદી

કોહલીએ પણ વિશ્વકપ પહેલા કમાલ કરી દીધો છે. કોહલી પાકિસ્તાન સામે એશિયા કપની ગ્રુપ મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ આજે તેણે પાકિસ્તાનના બોલરોનો આક્રમક અંદાજમાં સામનો કર્યો હતો. વિરાટ કોહલીએ માત્ર 84 બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે પોતાના વનડે કરિયરની 47મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે કરિયરમાં 13 હજાર રન પણ પૂરા કર્યા હતા.

કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ ઓવરથી જ પાકિસ્તાનના સ્ટાર બોલરો સામે ફટકાબાજી શરૂ કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ 10 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. રોહિત શર્મા 49 બોલમાં 6 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments