Homeગુર્જર નગરીઅમદાવાદ: ભાજપના હાથે ઉદ્ધાટન થવાની રાહ જોતા સ્પોર્ટ્સ પાર્કનું કોંગ્રેસે જ ઉદ્ધાટન...

અમદાવાદ: ભાજપના હાથે ઉદ્ધાટન થવાની રાહ જોતા સ્પોર્ટ્સ પાર્કનું કોંગ્રેસે જ ઉદ્ધાટન કરી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: વર્તમાન ભાજપ સરકાર વિકાસના કાર્યો ખૂબ કરે છે, એવું ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવે છે. વિકાસનું કાર્ય પૂર્ણ થયા બાદ રંગેચંગે ઉદ્ધાટન પણ કરે છે. ઉદ્ધાટનમાં કોઈ ઉણપ ન રહી જાય તેનું ધ્યાન પણ રાખે છે. જોકે રિવરફ્રન્ટમાં રહેલ સ્પોર્ટ્સ પાર્ક બની ગયા પછી છેલ્લા કેટલાય સમયથી ઉદ્ધાટન વિહોણું રહી ગયું હતું. તેનું ઉદ્ધાટન ભાજપ સરકાર કરવી જોઈએ તેની જગ્યાએ કોંગ્રેસે કરી નાખ્યું હતું. ભાજપે બનાવ્યું અને કોંગ્રેસે ઉદ્ધાટન કરી નાખ્યું તે વાતને લઈ અમદાવાદ શહેરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે.

રિબિન કાપી અને કસરત પણ કરી

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ સ્પોર્ટ્સ પાર્ક બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી બનીને તૈયાર હોવા છતાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ ઉદ્ધાટન કર્યું નહોતું. આખરે આ લ્હાવો લેવાનું કોંગ્રેસે નક્કી કર્યું હતું. વિપક્ષના શેહઝાદખાન પઠાણ અને કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો ત્યાં તૈયારી સાથે આવી પહોંચ્યા હતા અને પાલડી એનઆઈડી પાસે નિર્મિત સ્પોર્ટ્સ પાર્કને જનતા માટે ખુલ્લુ મૂકી દીધું હતું. ખૂદ જ રિબીન કાપવામાં આવી હતી અને ઉદ્ધાટનના ભાગરૂપે ત્યાંના સાધનોમાં બેસી, કસરત કરી, નજીવું શરીર સૌષ્ઠવ બનાવ્યું હતું!

એમની પાસે ઉદ્ધાટન કરવાનો સમય નથી

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ઓચિંતાના થયેલા ઉદ્ધાટન પ્રસંગને લઈ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અંદાજે ચોવીસ કરોડથી વધુના ખર્ચે બનાવેલા 2 સ્પોર્ટ્સ પાર્ક મહિનાથી તૈયાર હોવા છતાં ભાજપના અમુક નેતાઓ પાસે ઉદ્ઘાટન કરવાનો સમય નહીં હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યા હતા. આજે યુવાઓની લાગણીને માન આપી કોંગ્રેસ દ્વારા સ્પોર્ટ્સ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments