Team Chabuk-Political Desk: ગુજરાતની ભાજપ સરકાર અને બિન સચિવાલયનું ગઠબંધન તૂટવાનું નામ નથી લઈ રહ્યું. બિન સચિવાલયની હમણાં જ પરીક્ષા લેવાની જાહેરાત થઈ હોવાથી વિદ્યાર્થીઓ ઉંધેમાથ મચી પડ્યા હતા. જોકે હવે ફરી એક વખત પરીક્ષા કેન્સલ થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ પૂરતી પરીક્ષા મોફૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં કોંગ્રેસને ભાજપને ટાર્ગેટ કરવાની મોટી તક મળી ગઈ છે. કોંગ્રેસ આક્ષેપ લગાવતા કહી રહી છે કે, પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા નહીં થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે.
અર્જુન મોઢવાડિયાએ કર્યાં આક્ષેપ
સોશિયલ મીડિયા પર વારંવાર નિવેદનો આપી ભાજપને આડે હાથ લઈ ઝાટકણી કાઢતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વખતે ટ્વીટર પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. નેતાજીનું કહેવું છે કે, ‘પોતાના ઉમેદવારોના સેટિંગની વ્યવસ્થા ન થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે. કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે.’
अपने उम्मीदवारों की सेटिंग का जुगाड़ नहीं हो पाया।
— Arjun Modhwadia (@arjunmodhwadia) February 10, 2022
इसलिए @BJP4Gujarat सरकार नें "बिन सचिवालय क्लर्क" और "ऑफिस असिस्टन्ट" की भर्ती परीक्षा रद्द करवा दी।
पर @INCGujarat उम्मीदवारों के भविष्य से खिलवाड़ नहीं होने देगी,
भर्ती करनी पड़ेगी और निष्पक्ष तरीके से करनी पड़ेगी।
ત્રીજી વખત રદ્દ કરવામાં આવી
દસ લાખ વિદ્યાર્થીઓ 13 તારીખ નજીક આવતી હોય દિવસ-રાત પરીક્ષા પાસ કરવા માટે મચી પડ્યા હતા. જોકે 13નો આંકડો ખરેખર અપશુકનિયાળ સાબિત થયો હતો! આસિત વોરાએ આપેલા રાજીનામા બાદ પરીક્ષા મોફૂક રહેવાની સંભાવના હતી અને એ સંભાવના સાચી પણ પડી. આ કંઈ પહેલી વખત નથી. અગાઉ બે વખત પરીક્ષા મોફૂક રાખવામાં આવી છે. એક વખત ધોરણ 12નાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવા જેવા મુદ્દે અને બીજી વખત પેપર ફૂટવાના કારણે. હવે ત્રીજી વખત ચેરમેને આપેલા રાજીનામાના કારણે પરીક્ષા મોફૂક રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
