Homeગુર્જર નગરીઅમદાવાદ: જાહેરમાં યુવતીનો દુપટ્ટો ખેંચ્યો અને મોબાઈલ નંબર માગ્યો અન્ય યુવક વચ્ચે...

અમદાવાદ: જાહેરમાં યુવતીનો દુપટ્ટો ખેંચ્યો અને મોબાઈલ નંબર માગ્યો અન્ય યુવક વચ્ચે પડ્યો તો તેને પણ માર્યો

Team Chabuk-Gujarat Desk: મહિલા સુરક્ષિત હોવાના દાવા વચ્ચે અમદાવાદમાં એક યુવતીની સરેઆમ છેડતી થઈ છે. જેથી ફરી મહિલાની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને હવે કાયદાની કોઈ બીક રહી નથી. અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી યુવતીની કેટલાક અસમાજિક તત્વોએ જાહેરમાં છેડતી કરી હતી. તેમણે યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો અને તેનો મોબાઈલ નંબર માગ્યો હતો.

ડરી ગયેલી યુવતીએ પોતાના શેઠને બોલાવ્યા હતા. અહીં શેઠ અને તેમનો ભાઈ આવ્યા હતા પણ તેમની સાથે અસમાજિક તત્વો મારામારી કરી ઘટના સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આવારા તત્વોને પકડવા માટેની દિશામાં કામગીરી શરૂ કરી છે.

સરદારનગરમાં ગારમેન્ટનું કારખાનું ચલાવતાં કારખાનેદારને ત્યાં પીડિત યુવતી કામ કરે છે. નોકરી પરથી કામ પૂર્ણ કરીને કારખાનેદારે તેમના ભાઈને આ યુવતીને તેના ઘરે મુકવા માટે મોકલ્યો હતો. પરંતુ રસ્તામાં જ અસમાજિક તત્વોનો તેમને ભેટો થઈ ગયો હતો.

કારખાનેદારના પુત્રએ ફોન કરી તેમને વિગત જણાવી હતી કે જ્યારે યુવક યુવતીને ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો ત્યારે ભીલવાસમાં રહેતો કાલી ગોવિંદ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો. અને મોબાઈલ નંબર માગ્યો હતો. યુવકે કાલીને આ શું કહો છો એમ પૂછી પ્રતિકાર કર્યો હતો. પ્રત્યુતરમાં વિફરેલા કાલીએ યુવકને લાફો ચોંટાડી દીધો હતો. એવામાં કારખાનેદાર અને તેમનો ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

બંનેએ કાલી ગોવિંદ અને અન્ય યુવકોને સમજાવ્યા હતા, પરંતુ તેઓ ગાળો ભાંડવા લાગ્યા હતા અને મારઝૂડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં કારખાનેદારની પત્નીનું મંગળસૂત્ર ખેંચી ભાગી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

(નોંધ- ઉપરની તસવીર પ્રતિકાત્મક છે)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments