Homeગુર્જર નગરીઅમદાવાદના દંપતીનો આરોપ, “ઈરફાન પઠાણનો અમારી પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધ છે”

અમદાવાદના દંપતીનો આરોપ, “ઈરફાન પઠાણનો અમારી પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધ છે”

Team Chabuk-Gujarat Desk:  અમદાવાદના જૂહાપુરામાં રહેતા વૃદ્ધ દંપતીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ પર આરોપ લગાવ્યો છે કે, તેમની પુત્રવધૂના ઈરફાન સાથે અનૈતિક સંબંધો છે. આ મુદ્દે વૃદ્ધ દંપતીએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે જેમાં તેઓ ક્રિકેટર અને કોમેન્ટેટર ઈરફાન પઠાણ પર અનૈતિક સંબંધોનો આરોપ લગાવી રહ્યા છે અટલું જ નહીં દંપતીએ આત્મહત્યાની ચીમકી પણ આપી હતી. તેમનો આરોપ છે કે, પોલીસ અમારી ફરિયાદ નથી લઈ રહી.

જે દંપતીએ ઈરફાન પઠાણ પર આરોપ લગાવ્યો છે તે શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતું હોવાનું સામે આવ્યું છે અને વૃદ્ધ નિવૃત પોલીસકર્મી છે. દાવો છે કે, તેમના પુત્રના લગ્ન ઈરફાન પઠાણ સાથેની પરિચીત યુવતી સાથે કરવામાં આવ્યા છે. વૃદ્ધ આરોપ લગાવી રહ્યા છે કે, આખુ જીવન પોલીસમાં નોકરી કરી છતાં આજે પોલીસ તરફથી જ ન્યાય નથી મળી રહ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વીડિયો જાહેર કરી આરોપ લગાવનારા વૃદ્ધ નિવૃત પોલીસકર્મી છે. સાથે જ શહેરના જુહાપુરા રોડ પર તવક્કલ નામની હોટલ પણ ચલાવે છે. તપાસમા એ પણ સામે આવ્યું છે કે, આરોપ લગાવનારા પરિવારનો અંગત ઝઘડો ચાલી રહ્યો છે. દંપતી અને તેના પુત્ર વિરૂદ્ધ મહિલાએ દહેજનો કેસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ વૃદ્ધ દંપતીના પુત્ર અને મહિલાના પતિએ પણ આરોપ લગાવતા કહ્યું છે કે,  “મારી પત્ની મારી સામે જ ઈરફાન પઠાણ સાથે વીડિયો કોલ કરે છે અને બંને અશ્લીલ વાતો કરે છે. તારી કોઈ ઔકાત નથી તેમ કહીને વારંવાર મને અપમાનીત કરે છે.”

હાલ આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ મુદ્દે ઈરફાન પઠાણનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી પર અનૈતિક સંબંધોનો આરોપ લાગતા અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, શું દંપતીએ ઈરફાન પઠાણને બદનામ કરવા અને દહેજના કેસના કારણે આ પગલું ભર્યું છે કે પછી દંપતીનો દાવો સાચો છે ? ઈરફાન પઠાણના ફેન્સ પણ આ મુદ્દે સ્પષ્ટતા થાય તેવું ઈચ્છી રહ્યા છે. ઈરફાનના ફેન્સે કહ્યું કે, દંપતી ખોટું હોઈ શકે છે. આ મુદ્દે ઈરફાને ખુદ સામે આવીને સ્પષ્ટતા કરવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments