Homeગુર્જર નગરીગીર સોમનાથઃ લોકોની મુશ્કેલી દૂર કરવા હરણાસાના યુવાનોએ ગૌ શાળામાં ઓક્સિજન સાથેની...

ગીર સોમનાથઃ લોકોની મુશ્કેલી દૂર કરવા હરણાસાના યુવાનોએ ગૌ શાળામાં ઓક્સિજન સાથેની હોસ્પિટલ શરૂ કરી દીધી

શૈલેષ નાઘેરા: ગીરસોમનાથ જિલ્લાના હરણાસા ગામના યુવકો દ્વારા ઓક્સિજનની સુવિધા સહિત હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જેમાં ગામ લોકો હેરાન ન થાય એ માટે ગામના યુવાનો દ્વારા ઓક્સિજન સાથેની હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

હરણાસાના યુવાનોની પહેલ

કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ, ગામના આગેવાનો હાલની સ્થિતિને પહોંચી વળવા મદદરૂપ થવા સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહ્યા છે ત્યારે ગીરસોમનાથના હરણાસા ગામના યુવકો કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહ્યા છે. હરણાસા ગામના યુવાનો દ્વારા ઓક્સિજન તેમજ ડોકટર અને નર્સના સ્ટાફ સાથે ગામની ગોકુળ ગૌશાળ ખાતે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. નવયુવાનો દ્વારા કરવામાં આવેલી પહેલને ગ્રામજનો પ્રશંસા કરી રહ્યા છે.

નિઃશુલ્ક સેવા

ગામના યુવાનો દ્વારા દાખલ દર્દીઓ માટે ચા-નાસ્તો અને જમવાનું વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ કોઈ દર્દી કે દાખલ થતા દર્દી પાસેથી એક રૂપિયો લીધા વગર ગામના યુવાનો લોક ફાળો કરીને સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યું છે

ગૌશાળામાં શરૂ કરી હોસ્પિટલ

ગૌશાળાના યુવાનો દ્વારા હોસ્પિટલ ચાલુ કરવામાં આવી જેમાં 15 જેટલા યુવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે જેમાં ગામમાંથી તપાસ માટે આવતા ગ્રામજનોને કોરોના ટેસ્ટ, બ્લડ રિપોર્ટ સહિત તમામ ટેસ્ટ કરવામાં આવે છે, તેમજ કોરોના ક્રિટિકલ દર્દીને જરૂર પડે તો દાખલ પણ કરવામાં આવે છે તેમજ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસે ગાડીની વ્યવસ્થા ન હોઈ તો યુવાનો દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તાલુકા વિકાસ અધિકારીને આદેશ

આમ, કોરોના સામેની લડાઈમાં વધુ એક ગામ આત્મનિર્ભર બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 1લી મેથી મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચાલુ કરાયું છે. તંત્રએ આ માટે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીઓને સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આશા વર્કર અને ગામની સ્વયંસેવકોની કમિટી બનાવી ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવા કહેવાયું છે.

ગામડામાં ‘ટ્રીપલ ટી’ નિષ્ફળ

બીજી તરફ આરોપ એવો પણ છે કે, ગામડાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આયોજન મુજબ ટ્રીપલ ટી મુજબ કામ નથી થઈ રહ્યું.  ગામડાઓમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ નથી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા શંકાસ્પદ દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. આમ, ટેસ્ટિંગ ન થવાના કારણે દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રરીટમેન્ટ પણ નથી થતું જેના કારણે ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments