Team Chabuk-Gujarat Desk: સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર ગળું કાપીને હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી ફેનિલ સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી. જોકે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલ પર મુલતવી રાખી છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.

સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કરવામાં આવ્યું હતું. વધુમાં કહ્યું કે, કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.

હત્યાના આરોપી ફેનિલના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં કોર્ટ સમક્ષ જણાવ્યું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.
આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતા 16 ઓપ્રિલના રોજ આરોપી ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારે જ તેને સજા સંભળાવામાં આવે તેવી અટકળો હતી. સરકાર પક્ષ દ્વારા ગ્રીષ્માની હત્યાના મામલે ફેનિલને આકરામાં આકરી સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી. જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત