Homeગુર્જર નગરીઅમદાવાદી ચાલકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટનો છેલ્લા છ દિવસમાં 19 લાખ દંડ...

અમદાવાદી ચાલકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટનો છેલ્લા છ દિવસમાં 19 લાખ દંડ ભર્યો

Team Chabuk-Gujarat Desk: આવતીકાલે 15મી માર્ચ છે. યાદ છે? તારીખ 5થી 15 માર્ચ સુધી રાજ્ય પોલીસને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિહોણા ચાલકો પર દંડાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ડ્રાઈવના પગલે ઉચ્ચપોલીસ દ્વારા અધિકારીઓએ દરેક પોલીસ સ્ટેશન દીઠ લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા છે દિવસમાં 1207 હેલ્મેટ વગરના લોકોને પકડી પાડી તેમની પાસેથી કુલ 6.13 લાખના દંડની રકમ વસૂલ કરી છે. જ્યારે સીટ બેલ્ટ પહેર્યા વગરના 2636 ચાલકોને પકડી પાડી રૂપિયા 13.19 લાખની દંડની રકમ વસૂલવામાં આવી છે.

હવે આ ડ્રાઈવના અંતિમ બે દિવસ બાકી છે. આજનો દિવસ અને આવતીકાલનો દિવસ. જોકે જેટલી રકમની ઉઘરાણી કરવામાં આવી છે તે ચોંકાવનારી છે. એવામાં છેલ્લા બે દિવસથી વીઆઈપીઓની સુરક્ષા અને વ્યવસ્થામાં લાગેલી પોલીસ આપવામાં આવેલો નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ નહોતી કરી શકી. હવે આગામી સમયમાં આ નિર્ધારિત લક્ષ્યાંકને પાર પાડવા માટે જહેમત ઉઠાવશે. ડ્રાઈવના બે દિવસ જ બાકી હોવાથી હવે પકડાનારાને દંડ ફટકારી ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કમિટિ ઓન રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં રાજ્ય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અને સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતના આંકડમાં મોટાપાયે વધારો થાય છે તેવું નોંધ્યું હતું. જેથી રાજ્યમાં 5મી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ ન પહેર્યાં હોય કે સીટ બેલ્ટ ન પહેર્યાં હોય તેમના પર વધુમાં વધુ કેસ કરવાના રહેશે અને ડ્રાઈવ કરવાની રહેશે તેવું ફરમાન કરવામાં આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments