Team Chabuk-Gujarat Desk: પાટીદાર અનામત આંદોલનના પ્રમુખ નેતા એવા હાર્દિક પટેલ છે તો કોંગ્રેસમાં પણ તેમના કોંગ્રેસમાં હોવાથી કેટલાક લોકોને વાંધો હોય તેવું લાગી રહ્યું છે. ઘટના કંઈક એવી છે કે યુથ કોંગ્રેસ દ્વારા મહુડી ખાતે ત્રણ દિવસીય યુવા ક્રાન્તિ બુનિયાદી પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિરમાં કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું. શિબિરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતા. કોંગ્રેસના અન્ય સભ્યોના સંબોધન દરમિયાન વાતાવરણ શાંત રહ્યું હતું, પરંતુ જ્યારે કાર્યકારી અધ્યક્ષ દ્વારા સંબોધનની શરુઆત કરવામાં આવી તો લોકો લુગડા ખંખેરી ઊભા થવા લાગ્યા હતા. હાર્દિકે પણ સ્ટેજ પરથી આ ઘટનાનું નિરીક્ષણ કરતા તેણે સંબોધન ટૂંકાવ્યું હતું.
લોકોએ ચાલતી પકડી
વિધાનસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. પક્ષો કામગીરીમાં લાગી ચૂક્યા છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા બુનિયાદી શિક્ષણ આપવા માટે રાજ્યભરમાંથી યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ શિબિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સંબોધન કરતા યુવાનો ચાલતા થયા હતા, જેથી હાર્દિકે સંબોધન ટૂંકાવીને સમારોહમાંથી વિદાઈ લીધી હતી.
નરેશ પટેલને જોડાવાનું કહ્યું
થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી તેમને સક્રિય રીતે રાજનીતિમાં જોડાવા માટે કહ્યું હતું. ગુજરાતના રાજકારણમાં અવાર નવાર ખોડલધામ મંદિરના પાટીદાર અગ્રણી નરેશ પટેલની કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તેવી વાતો વહેતી વહેતી આવે છે. જોકે નરેશ પટેલે સ્વયં કોઈ દિવસ, કોઈ પક્ષમાં જોડાવાની વાતનું ખુલ્લીને સમર્થન નથી કર્યું. મંદિરમાં કે કોઈ અન્ય જગ્યાએ પાટીદાર રાજકારણીઓ સાથેની તેમની બેઠક હંમેશાંથી મીડિયામાં ચર્ચાનો વિષય બની છે, પણ કોઈ દિવસ આવી બેઠકોનું અંતિમ પરિણામ નરેશ પટેલ આ કે તે રાજકીય પક્ષ સાથે જોડાય છે, એ રીતે સામે નથી આવ્યું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલનમાં મોખરાનું નામ એવા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલને ખુલ્લો પત્ર લખ્યો હતો.
વિફળ રહ્યા
હાર્દિક પટેલે કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણીના પ્રદર્શન અને તેની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પીટીઆઈને હાર્દિકે કહ્યું હતું કે, આ ખૂબ જ ચોંકાવનારું ચૂંટણી પરિણામ છે, ખાસ તો પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં… મને લાગે છે કે ચૂંટણીમાં અમારી જે રણનીતિ હતી, એમાં અમે નિષ્ફળ સાબિત થયા છીએ. આ અમારા માટે ચિંતનનો વિષય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત