Homeગામનાં ચોરેજાહેરમાં કેબ ડ્રાઈવરને ઉછળી ઉછળી મારનારી ‘નકલી રણચંડી’ ઉપર પોલીસ કેસ ફાઈલ...

જાહેરમાં કેબ ડ્રાઈવરને ઉછળી ઉછળી મારનારી ‘નકલી રણચંડી’ ઉપર પોલીસ કેસ ફાઈલ થયો

Team Chabuk-National Desk: થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં કેબ ડ્રાઈવરને રણચંડી બની ફટકાર લગાવવા લાગેલી એક યુવતીનો વીડિયો વાઈરલ થયો હતો. યુવતીએ કેબ ડ્રાઈવરના કારણે અકસ્માતનો ભોગ બનતા બનતા રહી ગઈ હતી તેવું જણાવ્યું હતું અને તેને કારમાંથી બહાર કાઢી થપ્પડ મારી હતી, તેની કારનો સાઈડ મીરર તોડી નાખ્યો હતો અને મોબાઈલ પણ ફેંકી દીધો હતો.

પોલીસ જ્યારે આ કેસ સંદર્ભે ત્રણ યુવક અને યુવતીને પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યારે યુવતીએ ફરિયાદ નોંધવવાની પણ ના પાડી દીધી હતી. તો પછી આટલું ફિતુર કર્યું શું કામ? સોશિયલ મીડિયા પર આ યુવતીની હરકતની ખૂબ આલોચના કરવામાં આવી હતી, કારણ કે યુવતીની નજીકમાં જ ટ્રાફિક પોલીસ હાજર હતી, તેમની નજર સામે યુવતી પોતાના બાવળા બતાવવા માંડી હતી. હવે આ યુવતીની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાઈ છે. અને આ શક્ય બન્યું છે સોશિયલ મીડિયાના કારણે.

Twitter પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો ત્યારથી #ArrestLucknowGirl ટ્રેન્ડ કરી રહ્યું હતું. 2 મિનિટ 15 સેકન્ડના આ વીડિયોમાં યુવતી યુવકને ધોલધપાટ લગાવી રહી હતી. વીડિયો અને સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા બાદ યુવતી વિરૂદ્ધ કેસ ફાઈલ થઈ ચૂક્યો છે. પોલીસે અગાઉ આ ઘટનામાં ત્રણ યુવકો પર શાંતિભંગનો દંડ ફટકાર્યો હતો અને યુવતીને બીજી વખત આ પ્રકારની હરકત ન કરવાની ચેતવણી આપી હતી. જોકે બાદમાં સોશિયલ મીડિયા પર યુવતીની ધરપકડની માગ તુલ પકડવા લાગી તો પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.

શનિવારના રોજ લખનઉના કૃષ્ણાનગર અવધ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મામલો હાથમાંથી સરકતો જોતા ટ્રાફિક પોલીસે ઈન્સ્પેક્ટરને ફોન કર્યો હતો. પોલીસે આ ઘટનામાં જણાવ્યું હતું કે, ‘30 જુલાઈની રાત્રે કેસરી ખડા ક્રોસિંગથી અવધ ચાર રસ્તા પાસે પગપાળા જઈ રહેલી યુવતીને એસયુવીમાં સવાર ત્રણ યુવકોએ ગાડી દ્વારા ટક્કર મારી દીધી હતી. જેના પર યુવતીએ એક યુવકને ઉતારી માર માર્યો હતો. એસયુવી એટાના એસડીએમની હતી.’

જોકે પોલીસનું આ નિવેદન અને તેમની થીયરી શંકાના ઘેરામાં આવી ગઈ હતી, કારણ કે યુવક કેબ ડ્રાઈવર હતો. એવામાં પોલીસ એસયુવીમાં સવાર છોકરાઓ હતાની થીયરી જણાવતા અગણિત સવાલો ઊભા થયા હતા. હવે આ ઘટનાને સંલગ્ન સોમવારના રોજ વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે યુવતી રોડ પર સામેથી ચાલીને આવી રહી હતી અને અચાનક ઓલા કેબની પાસે આવી મારપીટ શરૂ કરી દીધી. હવે યુવતીની વિરૂદ્ધ પોલીસે કેસ ફાઈલ થઈ ચૂક્યો છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments