Homeગુર્જર નગરીઅમદાવાદ: સાત દિવસ કોઈ પણ પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તો...

અમદાવાદ: સાત દિવસ કોઈ પણ પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તો દંડાશે

Team Chabuk-Gujarat Desk: એક રાવ હંમેશાં ઉઠતી આવી છે કે સામાન્ય જનતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો દંડાય છે પરંતુ પોલીસ ઉલ્લંઘન કરે તો દંડાતી નથી. પરંતુ અમદાવાદના પોલીસ કમિશ્નરે જે નિર્ણય લીધો છે એ પછી નિયમોનો ઉલ્લંઘન કરનારા પોલીસભાઈ પણ દંડાય તો નવાઈ નહીં.

પોલીસ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો? બસ, આ વાતને જ ગંભીરતાથી લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક ખાસ ઝૂંબેશ ચલાવવાનું કહેવામાં આવ્યું છે. જેમાં તારીખ 26 માર્ચથી 1 એપ્રિલ સુધી કોઈ પણ પોલીસ અધિકારી ટ્રાફિકના એક પણ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની પાવતી ફાટશે. નિયમ તોડનારા પોલીસ અધિકારી પર ખાસ વોચ રાખવામાં આવશે અને તેની પાસેથી દંડની રકમ પણ વસૂલવામાં આવશે.

આ ઝૂંબેશ દરમિયાન શહેરના તમામ પોઈન્ટ પર વાહન લઈને અવર-જવર કરતા પોલીસ કર્મચારીઓ પર ચાંપતી નજર રખાશે. તેમજ જે પણ કર્મચારી દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ થશે તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસ કરી સ્થળ પર જ દંડની વસૂલાત કરાશે. ​​​​​​​

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલકો ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરતા હોય અકસ્માતના બનાવો વધી રહ્યા હતા. અકસ્માતનું મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવું અને સીટ બેલ્ટ ન બાંધતા હોય એવું સામે આવ્યું હતું. આ વાતને ગંભીરતાથી લેતા તારીખ 6થી 15 માર્ચના રોજ દસ દિવસ સુધી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને નિયમોનો જે પણ ઉલ્લંઘન કરે તેની પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી.

એક દિવસ પોલીસ અધિકારીઓ સરકારી વ્યવસ્થામાં ગોઠવાયા હોય દસની જગ્યાએ નવ દિવસની આ ડ્રાઈવ થઈ હતી. દરમિયાન નવ દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ-સીટબેલ્ટ પહેર્યા વગર આટા મારતા 4,688 લોકોને પકડીને રૂ.23.65 લાખ દંડ વસૂલ્યો હતો.​​​​​​​ હવે કમિશ્નરનો આદેશ છે ત્યારે કેટલા પોલીસ અધિકારીઓ દંડાય છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments