Team Chabuk- Gujarat Desk : ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. ભરતી પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. વન રક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. મહેસાણાની ઉનાવાની મીરા દાતારની સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આજે લેવાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આવુ ને આવુ ક્યા સુધી ચાલતુ રહેશે તે અંગે ઉમેદવારોમાં પ્રશ્ન ઉભો થયો છે. પેપર ફૂટી જાય છે ત્યાં સુધી તંત્ર શું કરે છે. ઉમેદવારો મહેનત કરે અને પરીક્ષા આપે તે દિવસે જ સમાચાર આવે છે કે પેપર ફૂટ્યુ છે. એટલે તપાસ થાય છે અને પરીક્ષા રદ થાય છે. ફરી નવેસરથી પરીક્ષા લેવાની કાર્યવાહી થાય છે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષથી આ જ સિલસિલો ચાલી રહ્યો છે. સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, અને ત્યાં આવી શરમજનક ઘટના બને છે.
મહેસાણાની ઉનાવાની મીરા દાતારની સર્વોદય વિદ્યાલયમાં જે પેપર ફૂટ્યુ છે, તેમાં લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી તેનુ શું. જો આવુ જ ચાલતુ રહેશે તો પરીક્ષા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત