Homeદે ઘુમા કેરાજામૌલી RRRમાં વિલન તરીકે ‘થોર’ ફિલ્મના અભિનેતાને લઈ આવ્યા છે

રાજામૌલી RRRમાં વિલન તરીકે ‘થોર’ ફિલ્મના અભિનેતાને લઈ આવ્યા છે

Team Chabuk-Cinema Desk: એસ.એસ.રાજામૌલીની બહુપ્રતીક્ષિત ફિલ્મ RRR 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મે આશાસ્પદ વકરો કર્યો છે. જે પ્રકારની ફિલ્મ પાસેથી આકાંક્ષા હતી તે એ પ્રમાણે જ થીએટરમાં ચાલી રહી છે. ફરી એક વખત રાજામૌલીના ચાર્મે આ ફિલ્મને સફળ બનાવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ મજબૂત છે. દક્ષિણના બે ધરખમ સુપરસ્ટાર રામચરણ, એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન છે. હવે આ ફિલ્મના વિલનની વાત કરીએ. ફિલ્મમાં વિલનની ભૂમિકા રે સ્ટીવન્સને ભજવી છે. જે માર્વેલની થોર ફિલ્મમાં પણ હતો.

RRR

દક્ષિણની ફિલ્મોમાં હીરોના કામ પર તાળીઓ ત્યારે જ વાગે છે જ્યારે કોઈ ખતરનાક વિલન હોય. સાઉથની પાસે ધરખમ વિલનની ફૌજ છે પણ આ વખતે RRRનો વિલન ભારતીય નહીં પણ હોલિવુડ અભિનેતા છે. ફિલ્મમાં હોલિવુડ અભિનેતા રે સ્ટીવન્સને ખલનાયકનો રોલ ભજવ્યો છે. જે બ્રિટીશ ઓફિસરની ભૂમિકામાં છે.

RRR

વર્ષ 2007માં રિલીઝ થયેલ ટીવી શો રોમ અને ફિલ્મ કિંગ આર્થરથી તેને વિશ્વભરમાં ઓળખ મળી હતી. આજની તારીખમાં રે સ્ટીવન્સને 50 કરતા વધારે ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યાં છે. માર્વેલની સફળતમ સુપરહીરો ફિલ્મ અને ફ્રેન્ચાઈઝી થોરમાં સ્ટીવન્સન વોલસ્ટેગના પાત્રમાં હતો. જેમાં તેણે ક્રિસ હેમ્સવર્થની સાથે કામ કર્યું હતું. આજે ફિલ્મની ચર્ચા થઈ રહી છે પણ હવે સામે આવેલા વિલનથી તો સૌ કોઈ શોક થઈ ગયા છે, કારણ કે વિલનનું નામ છેલ્લે સુધી રાજામૌલીએ ડબ્બામાં બંધ કરી રાખ્યું હતું. રિલીઝ સુધી કોઈ પણ વ્યક્તિને ભનક સુદ્ધાં ન લાગી કે વિલન છે કોણ?

RRR

RRR દેશભક્તિ પર બનેલી ફિલ્મ છે. ક્રાંતિકારી અલ્લૂરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે. જેમણે બ્રિટીશ હુકુમત અને હૈદરાબાદના નિઝામની વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું. રાજામૌલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 550 કરોડ જેટલું છે. જોકે જે રીતે ફિલ્મ કમાણીના અવનવા કિર્તીમાન રચી રહી છે, એ રીતે લાગી રહ્યું છે કે તે ટૂંક સમયમાં આર્થિક ફાયદાની રેખાને પાર કરી જશે.

CinemaVad

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments