Homeગુર્જર નગરીઅમદાવાદઃ SG હાઈવે પર ઓવરસ્પીડમાં કાર પલટી, ત્રણ મિત્રોના મોત, બે ઈજાગ્રસ્ત

અમદાવાદઃ SG હાઈવે પર ઓવરસ્પીડમાં કાર પલટી, ત્રણ મિત્રોના મોત, બે ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એસજી હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. શહેરના હેબતપુર બ્રિજથી પકવાન બ્રિજ જવાના રોડ પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈ. જે બાદ પલટી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર છ યુવાનો પૈકી ત્રણનાં મોત થયા છે. જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. કારચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ ઓવરસ્પીડમાં જઇ રહેલી કાર ડિવાઇર સાથે અથડાઇને વીજ પોલ સાથે ટકરાઇ હતી. ચાર-પાંચ વખત પલટી ગઈ ઙતી. જે બાદ ફંગોળાઇને સામેના રોડ પર પટકાઇ હતી.

મળતી માહિત મુજબ નવા વાડજમાં રહેતા છ મિત્રો રાહુલ પ્રજાપતિ, નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ સોમવારે રાત્રે દોઢેક વાગ્યે કાર લઇને કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ ફૂડ પાર્કમમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને રાત્રે ત્રણેક વાગ્યે ઘર તરફ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. દાવો છે કે, કાર નિમેષ ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું છે. જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચી છે.

Car Accident Ahmedabad Sg highway

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments