HomeવિશેષMorning Tips: સવારે ઉઠતાની સાથે જ ન કરો આ કામ, અશુભ માનવામાં...

Morning Tips: સવારે ઉઠતાની સાથે જ ન કરો આ કામ, અશુભ માનવામાં આવે છે

Team Chabuk-Special Desk: હિંદૂ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સવારમાં કરવામાં આવતા કેટલાક કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલાક કાર્યો એવા પણ હોય છે જેને સવારમાં કરવા અશુભ માનવામાં આવે છે. આ કાર્યોની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી કેટલાક કામ ન કરવા જોઈએ કારણ કે તેની નકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે.

સવારે ઉઠીને એંઠા વાસણ જોવા

વહેલી સવારે એંઠા વાસણ જોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણે જીવનમાં નકારાત્મક ઉર્જા હાવી થઈ જાય છે. એંઠા વાસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે. રસોડામાં એંઠા વાસણો આખી રાત રાખવાથી જીવનમાં દરિદ્રતા આવે છે. વહેલી સવારે આ એંઠા વાસણો જોવાથી કામ બગડી જાય છે. જો કોઈ કારણોસર તમે રાત્રે એંઠા વાસણો સાફ નથી કરી શકતા તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે તમારી નજર તેના પર ન જાય.

morning tips

પડછાયો ન જુઓ

સવારે વહેલા ઉઠીને પોતાનો પડછાયો ન જોવો જોઈએ. નહીં તો તે નકારાત્મક ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે સવારે પોતાનો પડછાયો જોવાથી જીવનમાં માનસિક તણાવ વધે છે અને સ્વભાવમાં નકારાત્મકતા આવવા લાગે છે. જેના કારણે ઘરમાં ચીડિયાપણું અને ઝઘડો પણ વધે છે. સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે કોઈ જંગલી પ્રાણીની તસવીર પર તમારી નજર ન પડે. આની નકારાત્મક અસરો પણ થાય છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments