Homeદે ઘુમા કેBCCIએ જાહેર કરી World Cup માટે ભારતીય ટીમ, જાણો કોનો થયો સમાવેશ

BCCIએ જાહેર કરી World Cup માટે ભારતીય ટીમ, જાણો કોનો થયો સમાવેશ

Team Chabuk-Sports Desk: આ વર્ષે રમાનાર વન-ડે વર્લ્ડ કપ (World Cup) માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકરે આજે બપોરે 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. શ્રીલંકાના કેન્ડીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અજીત અગરકર સાથે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેપોક મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાનાર છે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

હાલમાં શ્રીલંકામાં ચાલી રહેલા એશિયા કપ માટે ભારતની ટીમના જે 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 15 ખેલાડીઓને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયા છે. એશિયા કપ ટીમમાં હાજર તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સંજુ સેમસનને વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરાયો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં કરશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments