Homeગુર્જર નગરીઅમદાવાદ: છૂટાછેડા ન આપતા પતિથી કંટાળી પત્નીએ ફિનાઈલ પી વોટ્સએપમાં સ્ટેટસ રાખ્યું

અમદાવાદ: છૂટાછેડા ન આપતા પતિથી કંટાળી પત્નીએ ફિનાઈલ પી વોટ્સએપમાં સ્ટેટસ રાખ્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં પતિ અને પત્ની વચ્ચે કલેશ રહેતો હોય પત્ની પિયર ચાલી ગઈ હતી. પત્નીની ઈચ્છા છૂટાછેડા આપવાની હતી પણ પતિ કોઈ વાતે માનવા તૈયાર નહોતો. જેથી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યું હતું. ફિનાઈલ ગટગટાવ્યાનો વીડિયો પણ તેણે પોતના વોટ્સએપ સ્ટેટસમાં રાખ્યો હતો. જેની જાણકારી તેની મોટી બહેનને થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

shree-hari-jyotish

22 વર્ષીય મોનિકાના સવા વર્ષ પહેલા ગૌરાંગ સાથે લગ્ન થયા હતા. બેઉં લગ્ન બાદ થલતેજની ભાગવત સોસાયટીમાં રહેતા હતા. નાની નાની વાતે ગૌરાંગ મોનિકાને ટોર્ચર કરતો હતો. મોનિકાને ગૌરાંગ બિલકુલ પસંદ નહોતો. એકાદ મહિના પહેલા મોનિકાને પેટમાં દુખતા તે પોતાના માવતરને ત્યાં ચાલી ગઈ હતી.

shree-hari-jyotish

પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતો હોવાના કારણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. જે માટે પહેલા તો પતિ ગૌરાંગે હા પાડી હતી પણ પછી ના પાડી દેતા અને એ વાતનું પત્ની મોનિકાને માઠું લાગતા તેણે ફિનાઈલના બે ઘૂંટનું પાન કરી લીધું હતું.

shree-hari-jyotish

મોનિકાએ ફિનાઈલ ગટગટાવ્યાનો વીડિયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પણ રાખ્યો હતો. જ્યાંથી તેની મોટી બહેન તૃપ્તિ પટેલે આ વીડિયો જોઈ લીધો હતો અને તાત્કાલિક હોસ્પિટલે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ મોનિકાની સારવાર ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments