Team Chabuk-Sports Desk: વર્લ્ડ કપમાં સેમિફાઇનલની રેસ વધુ રસપ્રદ બની છે. સોમવારે શ્રીલંકાને હરાવીને અફઘાનિસ્તાન વધુ મજબૂતીથી આગળ વધી રહી છે. આ સાથે જ અફઘાનિસ્તાન ટીમ સેમિફાઇનલની રેસમાં સામેલ થઇ ગઇ છે.
આ પહેલા અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ અપસેટ સર્જ્યો હતો. તે પછી આ ટીમે તેના પાડોશી દેશ અને 1992નો વર્લ્ડ કપ જીતનારી ટીમ પાકિસ્તાનને હરાવીને વધુ એક અપસેટ સર્જ્યો હતો અને હવે અફઘાન ટીમે 1996માં વર્લ્ડ કપ જીતનારી ટીમ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલની રેસમાં દાવો કર્યો છે.
પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે પહોંચી ગયું છે.
With three games remaining for each side, who do you see going through to the semi-finals? ????#CWC23 pic.twitter.com/9AGJ1Pv8MQ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 31, 2023
અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમ્યું છે, જેમાં તેણે 3 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. 3 જીત સાથે અફઘાન ટીમના 6 પોઈન્ટ છે અને તેની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-5 પર આવી ગઈ છે. તેમની ઉપર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો છે જેમના 8-8 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન ટીમ પાસે સેમિફાઈનલમાં જઈને ઈતિહાસ રચવાની શાનદાર તક છે. અફઘાનિસ્તાન ટીમને હજુ 3 વધુ મેચ રમવાની છે, જે અનુક્રમે નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સાથે છે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન આ ત્રણ અથવા ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતે છે તો તે સેમિફાઇનલમાં જવાનો મજબૂત દાવો કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા