Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે અમદાવાદમાં પણ સુરતની ગ્રીષ્મા જેવો જ કિસ્સો બન્યો છે. જેને લઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે.
અમાદવાદમાં ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ મહિલાને જાહેરમાં જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી..એક તરફ પોલીસ પેટ્રોલિંગના દાવા કરી રહી છે. તેવા સમયે જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના 100 મીટરના અંતરે આરોપી મહિલાની હત્યા કરી દે છે.
હત્યાની ઘટનાના એક સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે, એક મહિલા લારી પર શાકભાજી લઈ રહી છે. આ દરમિયાન એક શખ્સ સામેથી આવે છે અને મહિલાની પીછપાછળ હુમલો કરી દે છે. આ શખ્સ ત્યાં સુધી નથી અટકતો જ્યાં સુધી મહિલાનો જીવ નથી જતો. એક પછી એક એમ અનેક ઘા ઝીંકી દે છે.
અમદાવાદના માધુપુરામાં મહિલાની હત્યા pic.twitter.com/5vqVAZKb40
— thechabuk (@thechabuk) March 8, 2022
હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે પોલીસે જણાવ્યું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં નવીન નામના યુવકે આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
