Homeગામનાં ચોરેચોંકાવનારી ઘટના: પહેલાં સાથે મળીને પોર્ન વીડિયો જોયા, બાદમાં 6 સગીરે 2...

ચોંકાવનારી ઘટના: પહેલાં સાથે મળીને પોર્ન વીડિયો જોયા, બાદમાં 6 સગીરે 2 સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું, સગીરાના હાથમાં 3 રૂપિયા આપ્યા !

Team Chabuk-National Desk: બિહારના શેખપુરાના બરબીઘા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 6 સગીરે 2 સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં દુષ્કર્મ આચર્યા બાદ બાળકીઓને 3 રૂપિયા આપ્યા અને કહ્યું કે, આના વિશે કોઈને કહેતી નહીં.

મળતી માહિતી મુજબ આ કેસમાં બરબીઘા પોલીસે બે કિશોરોની ધરપકડ કરી છે જ્યારે 4 કિશોર ફરાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ કિશોરે ગુનો આચરતા પહેલાં સાથે બેસીને મોબાઈલમાં પોર્ન વીડિયો જોતા હતા.

આ ઘટનામાં પીડિતાની દાદીએ બરબીઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું કે, તમામ 6 મિત્રો સાંજે 5-6 વાગ્યાની આસપાસ એક જગ્યાએ બેઠા હતા અને મોબાઇલ પર પોર્ન જોતા હતા. તે પછી તેઓને પણ તેમ કરવાની ઈચ્છા જાગી. ત્યાંથી દૂર, બે છોકરીઓ ગામના ખેતરમાં સાગ તોડી રહી હતી. આ પછી, પાંચેએ તે છોકરીઓને ઉપાડી લીધી અને બંને છોકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સામેલ તમામ કિશોરોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે, જ્યારે બંને બાળકીઓની ઉંમર 8 વર્ષની છે.

સૂત્રોનું માનીએ તો. સામુહિક દુષ્કર્મ બાદ જ્યારે બંને છોકરીઓ રડવા લાગી ત્યારે છોકરાઓએ એક છોકરીના હાથમાં 3 રૂપિયા આપ્યા હતા. અને કહ્યું હતું કે, કોઈને કહેતી નહી. પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલી દાદીએ જણાવ્યું કે જ્યારે મારી પૌત્રી ઘરે આવી ત્યારે તે રડી રહી હતી. ત્યારબાદ ભારપૂર્વક પૂછતાં તેણે આખી વાત કહી હતી.
હાલ પોલીસે આ કેસમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જો કે, બીજી તરફ નાના બાળકોની આવી માનસિકતા વિશે ચિંતા પણ વ્યક્ત કરી છે. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો આવા ગંભીર ગુનાઓ આચરી રહ્યા છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments