Team Chabuk-Sports Desk: મહિલા વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનની ટીમને 107 રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. આ સાથે જ વિશ્વકપમાં ભારતીય ટીમે જીતની સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતની ટીમે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાએ 52 રન, દીપ્તિ શર્માએ 40, પુજા વસ્ત્રકરે સર્વાધિક 67 અને સ્નેહ રાણાએ 53 રનનું યોગદાન આપ્યું હતું.
જવાબમાં પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 137 રન પર ઢેર થઈ ગઈ હતી. પાકિસ્તાનની તરફથી સિદરા અમીને સર્વાધિક 30 રન બનાવ્યા હતા. ભારતની તરફથી રાજેશ્વરી ગાયકવાડે શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કરતા દસ ઓવરમાં 31 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ઝૂલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લઈ મહત્વનું યોગદાન આપ્યું હતું. મેઘના અને દીપ્તિએ પાકિસ્તાનની એક એક બેટરને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આંકડાઓની જો વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનની વિરૂદ્ધ રેકોર્ડ અગિયારમી વખત જીત પ્રાપ્ત કરી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની સામે રમાયેલા અગિયારમાંથી અગિયાર મેચ જીત્યા છે. મહિલા વનડે વિશ્વકપમાં બંને ટીમ વચ્ચે ચાર મેચ રમાયા છે અને તમામ મેચમાં ભારતે જીત પ્રાપ્ત કરી છે. બંને ટીમની વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રહેશે તેવી ફેન્સને આશા હતી, પણ ભારતની મહિલા ખેલાડીઓએ મેચને એક તરફી બનાવી દીધો હતો.
આ સાથે જ ભારતે મહિલા વિશ્વકપમાં જીતની સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને પરાજય આપ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. હવે ભારત દસ માર્ચના રોજ યજમાન ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
