Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરી દેવાતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાકાંડના આ ચકચારી કેસના મુખ્ય આરોપી વિનોદ મરાઠીની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી ઝડપાયો છે. 26 માર્ચે પરિવારના ચાર લોકોની હત્યા નિપજાવ્યા બાદ વિનોદ મરાઠી ફરાર થઈ ગયો હતો. જો કે ક્રાઈમ બ્રાંચની ટીમે વિનોદ મરાઠીને 48 કલાકમાં જ દબોચી લીધો છે.
અમદાવાદના ઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને વિનોદ મરાઠી નાસી છૂટ્યો હતો. વિનોદ મરાઠીને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને 48 કલાકમાં જ ઈન્દોરથી વિનોદ મરાઠીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.

વિનોદ મરાઠી પરિવારમાં ખેલાયેલા હત્યાકાંડ બાદથી ગુમ હતો. ત્યારે હવે આ સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઉંચકાશે. વિનોદ મરાઠીએ જ બધાની હત્યા કરી છે કે કેમ ? વિનોદ મરાઠીને હત્યામાં કોણે કોણે સાથ આપ્યો ? તેને પરિવાર સાથે એવો તો શું મતભેદ હતો કે આવી રીતે ક્રુર રીતે હત્યા કરી ? આ તમામ સવાલોના પોલીસને પુછપરછ દરમિયાન મળશે. વિનોદ મરાઠીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં ટીમ મોકલી હતી. મહારાષ્ટ્રમાં વિનોદ છુપાયો હોવાની આશંકા હતી. પરંતુ તે મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપાયો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, વિનોદ મરાઠીએ પોતાના સાસુ અને વડસાસુને જમવા બોલ્યા હતા. સાસુ મોડા ઘરે પહોચતા વિનોદે ઘરના લોકો જન્મદિવસની પાર્ટીમા જમવા ગયા હોવાનું કહ્યું હતું. વારંવાર સોનલની માતાએ વિનોદની પૂછપરછ કરતી હતી. સવાર સુધી સોનલની માતાએ દીકરીના રાહ જોઈ હતી. બાદમા સવારે ફરી પૂછતા વિનોદે સાસુ પર છરીથી હુમલો કર્યો હતો. વિનોદની સાસુ સંજુબેને પોલીસને જણાવ્યું કે, અવાર નવાર તેમની દીકરી સાથે વિનોદ ઝઘડો કરતો હતો. પોલીસને ઝઘડાની જાણ ન કરવા વિનોદે સાસુને ધમકી પણ આપી હતી. તેમજ પ્રોપર્ટી બાબતે પણ પરિવારમાં અનેકવાર ઝઘડા થતા હતા. સાસુનું મકાન તેની દીકરી સોનલની નામે કરી દે તે બાબતે વિનોદ અવાર નવાર ઝઘડા કરતો હતો. વિનોદ પોતે નાશાની ટેવ ધરાવતો હતો. તે સતત બે-બે દિવસ નશાની હાલતમા રહેતો હતો, જેને લઈન પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. હાલ પોલીસે વિનોદ મરાઠીની ધરપકડ કરી લીધી છે. ત્યારે પુછપરછમાં અનેક રાઝ ખુલી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
