Team Chabuk- Science Desk: હાલમાં જ સૂર્ય પર થયેલા એક વિસ્ફોટ બાદ સૌર તોફાન ઉઠ્યું છે. 14 માર્ચથી તે પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે અને આજ રોજ ગુરુવારે તે પૃથ્વી સાથે ટકરાશે. નાસાના જણાવ્યા અનુસાર 21,85,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાન પૃથ્વી સાથે 80 ટકા અથડાય તેવી સંભાવના છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે તોફાનથી રેડિયો અને જીપીએસ સેવાઓ સવારે અને સાંજે પ્રભાવિત થઈ શકે છે. આ વખતે પહેલાના તોફાન કરતા ત્રણ ગણો વધારે ખતરો છે. તોફાન ટકરાશે ત્યારે ન્યૂઝીલેન્ડ અને ન્યૂયોર્કના આકાશમાં ચમકારો દેખાશે. છેલ્લા કેટલાય વર્ષોથી સૂરજમાં ચહેલ પહેલ વધી ગઈ છે. આવું મોટાભાગે સોલર મિનિમમ દરમ્યાન થાય છે. પરંતુ હવે આપણે સોલર મેક્સિમમની તરફ ઝડપથી વધી રહ્યા છીએ. જે 2025માં વધારે ઝડપી થશે.
Cross region magnetic connectivity and enhancement in closely located complex flux systems are contributing to a rapid rise in flare productivity relevant physical active region parameters.
— Center of Excellence in Space Sciences India (@cessi_iiserkol) March 29, 2022
+ pic.twitter.com/rWoz2kYQHv
//CESSI SPACE WEATHER BULLETIN//29 March 2022//SUMMARY: CHANCES OF MODERATE-SEVERE SPACE WEATHER// Active regions 12975 and 12976 (NRT-HARP No 6885) which were being flagged as flare positive by the CESSI ML/AI algorithm have produced multiple M/C class flares recently.
— Center of Excellence in Space Sciences India (@cessi_iiserkol) March 29, 2022
+ pic.twitter.com/7EX8NyaiDf
AR12975 and AR12976 have magnetically connected and continue to be flagged as M/X class flare productive, with reasonable chances of producing a X class flare. AR 12978 is also now being flagged as flare positive.
— Center of Excellence in Space Sciences India (@cessi_iiserkol) March 29, 2022
+ pic.twitter.com/trsmpz7N9e

સૌર તોફાનના કારણે ધરતીની બહારનું વાયુમંડળ ગરમ થવાની સીધી અસર સેટેલાઈટ પર પડશે. જેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં વિક્ષેપ પેદા થઈ શકે છે. પાવર લાઈનમાં કરન્ટ ઝડપથી પેદા થઈ શકે છે. જેનાથી ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. જોકે આવું મોટાભાગે થતું નથી, પણ થશે તો આ બધી સંભાવનાઓ નકારી ન શકાય.

તોફાનની વાત કરીએ તો આ એક મધ્યમ દરજ્જાનું તોફાન છે. પરંતુ એ ધરતીના ચુંબકીય ક્ષેત્રને આશરે 496થી 607 કિલોમીટર પ્રતિસેકન્ડની ગતિથી અથડાશે. ધ સેન્ટર ઓફ એક્સલન્સ ઈન સ્પેસ સાયન્સ કોલકાતાના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશનની સહ સંસ્થા છે. જેના વૈજ્ઞાનિકોએ આ પૂર્વે જ ભયાવહ સ્પોટ જોયા હતા. જેને AR 12975 અને AR12976 નામ આપવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત