Team Chabuk-Gujarat Desk: અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી પરિણીતાનો દેહ અભડાવવાના ખરાબ મનસૂબા સાથે તેનો સંબંધી મહેમાન બની આવી પહોંચ્યો હતો. પરિણીતાનો પતિ ઉત્તર પ્રદેશ ગયો હતો ત્યારે આ મહેમાન ઘરે ખાબક્યો. પહેલા પરિણીતાને પાછળથી પકડી ગાલના ભાગે ચુંબન કર્યું અને પછી એકલાતાનો લાભ ઉઠાવી ખાટલા પર સુવડાવી અભદ્ર વ્યવહાર કરી રહ્યો હતો. આ સમયે પરિણીતા તેને ધક્કો મારી ભાગી ઘરની બહાર ભાગી ગઈ હતી.
22 વર્ષની પરિણીતાને સંતાનમાં બે વર્ષની દીકરી છે. તેનો પતિ મોબાઈલની દુકાન ચલાવે છે. કોઈ કામ હોવાના કારણે તે વતન ઉત્તર પ્રદેશ ગયો હતો. એવામાં રવિવારના રોજ પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે તેના પિતાના મામાનો દીકરો ઘરે આવી પહોંચ્યો હતો. અહીં તેણે પરિણીતાની સાથે ઉદ્ધતાઈભર્યું વતન કરતા મજાકમાં કહ્યું હતું કે, જમવાનું જલ્દી આપ નહીં તો તને ખાઈ જઈશ. પરિણીતા તેના આવા વ્યવહારથી ડઘાઈ ગઈ હતી અને તેને મજાક કરવાની ના પાડી હતી.
પરિણીતાની એકલાતાનો લાભ ઉઠાવતા યુવકે તેને પાછળના ભાગેથી પકડી ગાલ પર તસતસતું ચુંબન આપી દીધું હતું. પરિણીતાની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી અને તે દોડીને ઘરની બહાર નીકળવા જઈ રહી ત્યાં જ યુવકે તેને ખાટલા પર સુવડાવી તેના ઉપર સુઈ જઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. તેણે પરિણીતા પાસે અભદ્ર માગણી કરી હતી.
પરિણીતાએ હિંમત કરી ધક્કો માર્યો અને યુવકને દૂર હડસેલી દીધો. ત્યાંથી તે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. અહીંથી પતિ અને પરિવારજનોને જાણ કરી હતી. પતિએ પોલીસમાં જાણ કરવાનું કહ્યું હતું. પરિણીતાએ માતા સાથે પોલીસ સ્ટેશનમાં યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે શોખીન યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા