Team Chabuk-Gujarat Desk: જો વાડ જ ચીભડાં ગળે તો શું કરવું ? આવો જ એક કિસ્સો ગુજરાતના ગાંધીનગરના રૂપાલમાં બન્યો છે. રક્ષકે જ ભક્ષક બનીને મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી છે. ગાંધાનગરના રૂપાલના વરદાયિની માતાજીના મંદિરમાં સતત ત્રણ દિવસ ચોરી થઈ હતી. મંદિરમાં સુરક્ષા માટે પાંચ કર્મચારીઓ તહેનાત હતા છતાં ચોરીનો બનાવ બન્યો. મંદિરમાં આવેલી દાનપેટીમાં સળિયો નાખીનો નોટો બહાર કાઢવામાં આવી હતી. તપાસ કરતાં સામે આવ્યું કે મંદિર પરિસરમાં પોઈન્ટ આપેલા જીઆરડી જવાને જ ચોરી કરી હતી. આર્થિક સ્થિતિ કથળતા તેણે મંદિરમાંથી ચોરી કરવાનો વારો આવ્યો હતો. આખરે આ જીઆરડી જવાનની ધરપકડ કરી તેના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે.
રૂપાલ ગામના વરદાયિની માતાજીના મંદિર પરિસરની ગુપ્તદાન પેટીમાં 10 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. દાનપેટીમા નોટોની સંખ્યા ઓછી જણાતા મંદિરના ટ્રસ્ટ્રીઓએ સીસીટીવી ચેક કરતા ત્રણ દિવસના સીસીટીવી ચેક કરાતા એક જ વ્યક્તિ દ્વારા ચોરી કરાઈ હોવાનુ સામે આવ્યું હતું. જેને લઈને મંદિર દ્વારા રખાયેલા ચોકીદારને તેનો ચહેરો બતાવ્યો હતો.
મંદિરના ટ્રસ્ટ્રી મંડળ દ્વારા 2 ચોકીદાર રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત 3 જીઆરડી જવાનનો પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો, આમ કુલ 5 ચોકીદાર હોવા છતા ચોરી થઈ હતી. ત્યારે ચોકીદારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો, જેમા ગ્રામ રક્ષક દળમાં 13 વર્ષથી ફરજ બજાવતો અને વરદાયિની માતાજીના મંદિરે 3 વર્ષથી પોઇન્ટ સંભાળતો અશોક ઉર્ફે બોમ્બે માણેકલાલ પટેલ (રહે, રૂપાલ) દ્વારા ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું.
પેથાપુર પોલીસે આ બાબતે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક સ્થિતિ કથળી હોવાથી જીઆરડી જવાને આ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
