Homeગુર્જર નગરીSG હાઈવે પર આવેલા સ્પામાં પોલીસે કરી રેડ, ચોંકાવનારી વિગતો આવી સામે

SG હાઈવે પર આવેલા સ્પામાં પોલીસે કરી રેડ, ચોંકાવનારી વિગતો આવી સામે

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં સ્પાની આડમાં ગેરકાયદેસર કામ થતા હોવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આવામાં એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલા જાણીતા સ્પામાં રેડ પડી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી છે. આ સ્પા સેન્ટરમાં રેડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રેડ દરમિયાન જે વિગતો સામે આવી છે તેના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

થલતેજ ચાર રસ્તા પાસે આવેલા બુદ્ધા સ્પામાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ સ્પા સેન્ટર પર વિદેશી યુવતીઓને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે. આ મામલે બે લોકો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મસાજના નામે સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવામાં પોલીસે બુદ્ધા સ્પા સેન્ટર પર ચાલતા કૃત્યની વધુ તપાસ હાથ ધરી છે. અહીં વિદેશી યુવતીઓને કઈ રીતે લાવવામાં આવતી હતી, આની પાછળ અન્ય કોનો હાથ છે તે સહિતની વિગતો તપાસ્યા બાદ પોલીસ દ્વારા વધુ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments