Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દારૂ વેચાતો નથી. આ તો ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. આવી વાતો કેટલીય વખત તમે સાંભળી હશે, પણ હવે પોલીસ જ જ્યારે દારૂની હેરાફેરી કરતી હોય ત્યારે? અમદાવાદમાં દારૂની 27 બોટલ સાથે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પકડાયા છે. આ કોન્સ્ટેબલને જાણે કોઈની બીક જ ન હોય એવી રીતે એક્ટિવાના આગળના ભાગે દારૂની એક બે નહીં પણ 27 બોટલો રાખી હતી. હેડ કોન્સ્ટેબલજી દારૂની બોટલ લઈ જતા હોવાની જાણકારી પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે.દવે સાહેબને મળી ગઈ.
એવામાં હેડ કોન્સ્ટેબલ પરિમલ અંડર બ્રિજથી એક્ટિવામાં પગ પાસે કંતાનના કોથળામાં દારૂની 27 બોટલ સાથે પૂરપાટ વેગે આવી રહ્યો હતો. પોલીસે તેને સુમેરુ કોમ્પલેક્સની પાસે રોક્યો હતો અને તેની પાસેથી દારૂની 27 બોટલ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા માહિતી મળી કે ઈગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ છે. પોલીસે દારૂની 27 બોટલ, એક્ટિવા સહિતનો રૂપિયા 42,865નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂનો થેલો હેડ કોન્સ્ટેબલ વસંત અસારવા મોહન સિનેમા પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. કોની પાસેથી લાવ્યો અર્થાત્ કયા બુટલેગર પાસેથી લાવ્યો તેની માહિતી આપી નહોતી. આ અંગે ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે અને પગલાં લેવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત