Homeગુર્જર નગરીદિલ્હી છોડો અમદાવાદના નવરંગપુરા અને બોપલનું પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું...

દિલ્હી છોડો અમદાવાદના નવરંગપુરા અને બોપલનું પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે

Team Chabuk-National Desk: દિલ્હીમાં શિયાળા દરમ્યાન પડી રહેલી શ્વાસ લેવાની તકલીફોના અહેવાલ લખાયા, પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધ્યું, શ્વાસ લેવામાં તકલીફ પડી, દિવાળી, ફટાકડા, પરાળી અને એવું બધું. જોકે અમદાવાદમાં પણ શિયાળામાં શ્વાસ લેવાની તકલીફ વધી રહી છે. અમદાવાદ શહેરમાં ફક્ત બે જ દિવસમાં પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. નવરંગપુરા, પીરાણા એરપોર્ટ અને બોપલ વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. હાડ થીજવતી પડી રહેલી કડકડતી ઠંડી બાદ હવામાં પ્રદૂષણના પ્રમાણમાં અત્યાધિક વધારો થતો જોવા મળી રહ્યો છે.

ગુરૂવારના રોજ અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 હતો. જે હવામાં પ્રદૂષણ ભયજનક હોવાનું સૂચવે છે. ગુરૂવારના એક ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જોવામાં આવે તો નવરંગપુરાની હવા સૌથી વધારે પ્રદૂષિત હતી. અહીં 350 જેટલું ઈન્ડેક્સ નોંધાયું હતું. આ ક્રમમાં આગળ જોઈએ તો પીરાણામાં 313 અને ત્રીજા સ્થાન પર 302 સાથે બોપલ. આશ્ચર્યની વાત છે કે બોપલ એક સમયે ગામડું હતું અને અહીંની શુદ્ધ હવા શ્વાસમાં ભરવા માટે બની હતી પણ હવે ત્યાં પણ સમય વીતતા પ્રદૂષણનો ફુગ્ગો ફુટ્યો છે. બોપલનો વિકાસ અમદાવાદના અન્ય વિસ્તારોની સાથે હાથમાં હાથ મિલાવી આગળ વધી રહ્યો છે.

વાતાવરણમાં ભયજનક રીતે પ્રદૂષણ વધવા પાછળનું કારણ શહેરમાં ચાલી રહેલ મેટ્રો સહિતનું બાંધકામ છે. શિયાળાના સમયે ધૂળના રજકરણો જમીનની સપાટી પર બેસતા નથી અને હવામાં ઉડ્યા રાખે છે. જેની સાથે હવામાં ઝેરી ઘૂમાડો પણ ભળે છે. પરિણામે વિઝિબિલીટીનું પ્રમાણ પણ ઘટ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તો બીજી તરફ બ્રિજનું બાંધકામ અને સાઉથ બોપલમાં રોડ તોડી નર્મદાની પાઈપલાઈન પણ નાખવામાં આવી રહી છે. જેથી શિયાળાની ધૂમ્મસ સાથે ધૂળ પણ ભળે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments