Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં માત્ર કહેવા પૂરતી જ દારૂબંધી છે. જાહેરમાં ઠેર ઠેર દારૂની ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તે સૌ કોઈ જાણે છે. પોલીસ અને સરકાર માત્ર મોટી મોટી વાતો કરીને દારૂબંધીના ઢોલ પીંટી રહી છે. હકીકત કંઈક જુદી જ છે. અવારનવાર દારૂના વેપારના થઈ રહેલા પર્દાફાશ આ વાતનું ઉદાહરણ છે. અમદાવાદ શહેરમાંથી એક નેતાનો પુત્ર દારુ વેચતા ઝડપાયો છે. અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં પાન પાર્લરની આડમાં દારૂનો વેપાર કરતા નેતાના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બે ફરાર આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યમાં નેતાના પુત્ર જ કાયદાને ઘોળીને પી ગયા હોય તેવી અમદાવાદ શહેરમાંથી ઘટના સામે આવી છે. અમદાવાદના નેતા જયેશ પટેલનો પુત્ર જીપલ પટેલ શાહપુર વિસ્તારમાં સાંઈ પાન પાર્લરની આડમાં દારૂનો વેપલો કરતો હતો. આ અંગે શાહપુર પોલીસને બાતમી મળતા પોલીસે 23 જુલાઈના રોજ સાંઈ પાન પાર્લરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પાન પાર્લરની નીચે દારૂની બોટલ સંતાડેલી મળી આવી હતી. પાન પાર્લરની પાછળ મંડપના સામાનના ગોડાઉનમાં તપાસ કરતાં ત્યાંથી પાંચ પેટી જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પાન પાર્લરની આડમા દારૂનો વેપલો ચલાવનાર જયેશ પટેલના પુત્ર જીપલ પટેલની ધરપકડ કરી છે અને અન્ય બે ફરાર આરોપી પ્રદિપ ઉર્ફે પદીયો અને હરિકૃષ્ણ ઉર્ફે હરીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના શાહપુરમાં પાન પાર્લરની આડમાં દારૂને વેપાર કરનાર આરોપી જીપલ પટેલ રાજકીય આગેવાન જયેશ પટેલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી જીપલ પટેલના પિતા જયેશ પટેલ દરિયાપુર વિધાનસભા શહેરના કારોબારી સભ્ય છે. આરોપી જીપલ પટેલ શાહપુરમાં આવેલા મોટા હમામની પોળ નજીક પાન પાર્લરની આડમાં દારૂનો વેપાર કરતો હતો. જ્યારે અન્ય બે આરોપી પ્રદિપ અને હરીયો મિસ્ત્રી દારૂનો જથ્થો લાવતા હતા અને પાન પાર્લરની આડમાં દારૂનો ધંધો કરતા હતા. દરેક બોટલના વેચાણ પર જીપલ પટેલને કમિશન મળતું હોવાનું પણ સામે આવ્યું છે. શાહપુર પોલીસે આ કેસમાં જીપલ પટેલની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.
આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોવાનું જણાઈ રહ્યું છે. સરકાર અને પોલીસ માત્ર દારૂબંધીના ખોટા દાવાઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય આગેવાનોના પુત્ર જ આવી રીતે દારૂની વેચાણ કરીને દારૂબંધીના કાયદાને મજાક બનાવી રહ્યા છે. આ કેસમાં ફરાર આરોપી પ્રદિપ અને હરિયાની પોલીસે શોધખોળ આદરી છે. બન્નેની પુછપરછમાં દારૂના વેપલાના નેટવર્કમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત