Team Chabuk-National Desk: દેશમાં જાગૃતતા માત્ર જાગૃતતા શબ્દ સુધી જ સિમિત રહી ગઈ છે. અંધશ્રદ્ધા અને દહેજ અંગે મોટી મોટી વાતો ફાડવામાં આવે છે પણ સમાજમાં તેનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. અત્યાર સુધી તો દહેજમાં ગાડી, ફ્લેટ, પૈસા, બાઈક જેવી વસ્તુઓ માગ્યાના કિસ્સાઓ સામે આવ્યા હશે, પણ મહારાષ્ટ્રમાં દહેજમાં જે વસ્તુ માગવામાં આવી તે સાંભળી પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી, કારણ કે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આવો કોઈ કેસ પણ નોંધાશે.
ઓરંગાબાદના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવાર પર કથિત રીતે દહેજમાં 21 નખવાળો કાચબો અને લેબ્રાડોર કૂતરો માગ્યાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે વરરાજા અને તેના પરિવારની વિરૂદ્ધમાં કેસ ફાઈલ કરી દીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણકારી પ્રમાણે, ઓરંગાબાદના ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન રામનગર વિસ્તાર એક છોકરીની સાથે નક્કી થયા હતા. 10 ફેબ્રુઆરી 2021ના રોજ બંનેની સગાઈ થઈ હતી. બંને પક્ષ દ્વારા થોડા સમયમાં જ ઢોલ વગાડી દેવાનું નક્કી થયું હતું. એ વચ્ચે છોકરા પક્ષનાઓએ છોકરીવાળાઓની સામે દહેજની માગણી રાખી દીધી.
છોકરીના પિતાનું કહેવું છે કે, તેમના એક સંબંધીએ છોકરીના લગ્નની વાત કહી હતી. ફેબ્રુઆરીમાં તેમની છોકરીના લગ્ન ઔરંગાબાદના રામનગર વિસ્તારના એક મેરેજ હોલમાં થયા હતા. સગાઈમાં વધૂના માતા પિતાએ છોકરાને દસ ગ્રામ સોનાની અંગૂઠી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. છોકરીના પિતાએ કહ્યું કે, તેઓ દહેજની વિરૂદ્ધ છે, પણ પોતાની પુત્રીની ખુશીમાં તેઓ દહેજ આપશે. સગાઈ બાદ વરરાજાના પિતાએ દહેજમાં તેમની પાસેથી 21 નખવાળો કાચબો, લેબ્રાડોર કૂતરો માગ્યો હતો અને છોકરીની સરકારી નોકરી લગાવી દઈશું આ માટે દસ લાખની માગણી કરી હતી.
છોકરીના પિતાનું કહેવું છે કે, લગ્ન પહેલા દહેજમાં આવી વિચિત્ર માગણીઓ સાંભળીને ચિંતિત થઈ જવું એ સ્વાભાવિક છે. એ પછી અમે પોલીસ સ્ટેશને ગયા અને લાલચી એવા આ પરિવારની વિરૂદ્ધ પોલીસ કેસ ફાઈલ કર્યો હતો. ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં બુધવારના રોજ વરરાજો અને તેના પરિવારની વિરૂદ્ધ કેસ ફાઈલ થઈ ગયો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓની વિરૂદ્ધ આઈપીસી કલમ 420, 406 અને 34 હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત