Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના આ ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી એક વર્ષમાં મેળવી 80 લાખની આવક

સુરેન્દ્રનગરના આ ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી એક વર્ષમાં મેળવી 80 લાખની આવક

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનો ખેડૂત હવે પરંપરાગત ખેતીની સાથે સાથે અદ્યતન ખેતી કરવા લાગ્યો છે. ખેતીમાં અખતરાઓ કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં. ધ્રાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ ખેતીમાં આવક ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે આવતું હોવાનું માનવામાં આવે છે. કોંઢ ગામના ખેડૂતો અદ્યતન ખેતી કરીને સારી એવી આવક રળી રહ્યા છે. ગામના એક ખેડૂતો 50 વીઘામાં ખારેકની ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે 80 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરના (surendranagar) ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી તેમજ કોંઢ ગામના (kondh village) ખેડૂત (farmer) લક્ષ્મણભાઈ ઈઝરાયેલી ખારેકનું ઓર્ગેનિક પદ્ધતિથી (kharek organic farming) વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. લક્ષ્મણભાઈ પટેલે પોતાની 50 વીઘા જમીનમાં ઈઝરાયેલી ખારેકના 1 હજાર છોડનું વાવેતર કરેલું છે. એક છોડની કિંમત 2450 રૂપિયા છે. એક છોડ દીઠ સરકાર 1200 રૂપિયાની સબસિટી પણ આપી રહી છે. હાલ લક્ષ્મણભાઈ પટેલને 50 વીઘાના ખારેકના વાવેતરમાંથી સારું એવું વળતર મળી રહ્યું છે. એક ઝાડ પર લગભગ 40 કિલો ખારેકનો ઉતારો આવે છે. ખારેકની ગુણવત્તા પણ સારી એવી હોય છે. જેથી ભાવ પણ સારા મળી રહ્યા છે.

લક્ષ્મણભાઈ પટેલે ગત વર્ષે 80 લાખ રૂપિયાની આવક આ ખારેકનું વેચાણ કરીને મેળવી હતી. લક્ષ્મણભાઈને આ ખારેકના બજારભાવ કરતાં કિલો દીઠ 10 થી 15 રૂપિયા વધુ મળી રહ્યા છે. લક્ષ્મણભાઈના ફાર્મ હાઉસ ખાતે લોકો ખારેક લેવા માટે આવી રહ્યા છે. વેપારીઓ પણ અહીંથી ખારેકની ખરીદી કરીને લઈ જાય છે. લક્ષ્મણભાઈ પટેલ આ સમગ્ર ખેતી સજીવ રીતે કરી રહ્યા છે. ગાય આધારિત ખેતીના કારણે સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. અને પાકની ગુણવત્તા પણ સારી રહે છે. બીજા ખેડૂતો પણ ગાય આધારિત ખેતી તરફ વળે તે માટે લક્ષ્મણભાઈ અને મહેશભાઈ ખેડૂતોને સમજાવી રહ્યા છે.

ઓર્ગેનિક ખારેકની માગ દેશ સહિત વિદેશમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય ખારેક કરતાં ઓર્ગેનિક ખારેકના ભાવ સારા મળે છે. ઓર્ગેનિક ખારેકની માગ દુબઈ, આરબ અમીરાત, ઈરાક, ઈઝરાયલ, ઇંગ્લેન્ડ, આફ્રિકા સહિતના દેશોમાં વધુ રહે છે. ધ્રાંગધ્રાના કોંઢ ગામના ખેડૂતો નર્મદાનું પાણી અને બોરના પાણીથી જમીનમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ગામમાં અનેક ધનીક ખેડૂતો પણ છે. ગામના ખેડૂતો અદ્યતન સાધનોની મદદથી ઉત્તમ ખેતી કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments