Homeગુર્જર નગરીકુટણખાનું ઝડપાયું, સંચાલકો ગ્રાહક પાસેથી 700 લેતા, રૂપલલનાને 200 આપતા

કુટણખાનું ઝડપાયું, સંચાલકો ગ્રાહક પાસેથી 700 લેતા, રૂપલલનાને 200 આપતા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના નારોલ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું. ઇસનપુર પોલીસને બાતમી મળી હતી કે, અહીં એક બિલ્ડિંગમાં રેક્ઝીન કવરની દુકાનની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે બોગસ ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું. જેમાં ગ્રાહક, મેનેર, રૂપલલના સહિતના લોકો રંગેહાથ ઝડપાયા હતા.

શહેરની ઇસનપુર પોલસીને બાતમી મળી હતી કે, નારોલ સર્કલ પાસે એક બિલ્ડીંગમાં દુકાનમાં કેટલાક લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઇસનપુર નારોલ હાઇવે પર ત્રણ માળની એક બિલ્ડીંગમાં આવેલી રેકઝીન કવરની દુકાનમાં જઇને પોલીસે જોયું તો ત્યાં પાર્ટીશન પાડીને કુટણખાનું ચલાવાતું હતું.

પોલીસે બોગસ ગ્રાહકને આ જગ્યાએ કાઉન્ટર પર મોકલ્યો હતો. બોગસ ગ્રાહકે અંદર જઇને જ પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી રૂપલલના સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસને આ રેડમાં કાઉન્ટર ચલાવનારા મંગલ રાઠોડ નામના શખ્સને ઝડપ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા રૂપલલના અને ગ્રાહક પણ મળી આવ્યા હતા.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 700 રૂપિયા લેતા હતા અને રૂપલલનાને 200 રૂપિયા આપતા હતા. આ જગ્યા પર કોઇને શક ન જાય તે માટે બહાર દુકાનનું બોર્ડ માર્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા ચાર મહિનાથી અહીં કુટણખાનું ચાલતુ હતું. હાલ પોલસે આ કેસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments