Homeગુર્જર નગરીસુરતઃ મોદી અટક મુદ્દે આપેલા વિવાદીત નિવેદનના કેસમાં રાહુલ ગાંધી દોષિત

સુરતઃ મોદી અટક મુદ્દે આપેલા વિવાદીત નિવેદનના કેસમાં રાહુલ ગાંધી દોષિત

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થયા, કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા. અને બે વર્ષની સજા પણ ફટકારી. ત્યારબાદ રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.

વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.

મહત્વનું છે કે, એક ચૂંટણી જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેના પર ભાજપ ધારાસભ્ય અવે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી સુરત સેશન્સ કોર્ટમાં ત્રણ વખત હાજર થયા છે. ગયા શુક્રવારે કોર્ટે ચુકાદો સંભળાવવાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી.

રાહુલ ગાંધી આજે સીધા સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા. મોદી અટકને લઈને રાહુલ ગાંધી સામેનો આ માનહાનિનો કેસ ચાર વર્ષ જૂનો છે. જ્યારે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં વિવાદીત નિવેદન આપ્યું હતું. જે બાદ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. બીજેપી ધારાસભ્યએ રાહુલ ગાંધીના નિવેદનને મોદી સમુદાયનું અપમાન ગણાવ્યું હતું, જે બાદ મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓ છેલ્લે ઓક્ટોબર 2021માં પોતાનુ નિવેદન નોંધવા હાજર થયા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના ભાષણની સીડી અને પેન ડ્રાઈવ સાબિત કરે છે કે તેમણે ખરેખર રેલીમાં ટિપ્પણી કરી હતી અને તેમના શબ્દોએ મોદી સમુદાયને બદનામ કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments