Homeગુર્જર નગરીઅમદાવાદઃ રાત્રિના સમયે ધાબા પર સૂતા લોકોના મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ રાત્રિના સમયે ધાબા પર સૂતા લોકોના મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સહિત રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી હોવાથી લોકો રાત્રિના સમયે ગરમીથી રાહત મેળવવા માટે ધાબા પર સુવાનું વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે આવા સમયે લોકોની આ પરિસ્થિતિનો લાભ લઈ મોબાઈલ ચોરતી ગેંગ અમદાવાદમાં સક્રિય થઈ છે. રાત્રિના સમયે ધાબા પર સૂતા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરનારી ગેંગના બે શખ્સોને રામોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરીના 11 મોબાઇલ ફોન કબજે કરી પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

રામોલ પોલીસે આ મામલે અભિમન્યુ ભદોરીયા તેમજ મહંમદ તબરેજ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરેલીયા સર્કલ ચાર રસ્તા પાસેથી આ બંને ઈસમોને પકડી પાડ્યા હતા. તપાસ કરતા અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરીના 11 મોબાઈલ ફોન કબ્જે કરી મોટરસાયકલ સહિત 1,68,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની સાથે સામેલ અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની પણ ધરપકડ કાર્યવાહી શરૂ કરી છે.

joi e che

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આ ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ ઉર્ફે શર્મા સાથે આ બન્ને આરોપીઓ રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતા હતા. ગરમીનો સમયગાળો હોવાથી ધાબા પર સુઈ રહેલા લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી તેમજ ઘરમાં પ્રવેશી તિજોરી તોડી જે કંઈપણ મુદ્દામાલ મળે તેની ચોરી કરતા હતા. ચોરીનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ સરખા ભાગે વહેંચી લેતા હતા. આરોપીઓએ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરી તેમજ બે મોબાઇલ ફોનની ચોરી તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક જ સોસાયટીમાંથી 5 મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સહિત અનેક ગુનાનો હાલ ભેદ ઉકેલાયો છે. હાલ તો આ સમગ્ર મામલે રામોલ પોલીસે આ ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments