Homeગામનાં ચોરેRBIએ રેપો રેટમાં કર્યો 0.40 ટકાનો વધારો, જાણો તમારા પર શું અસર...

RBIએ રેપો રેટમાં કર્યો 0.40 ટકાનો વધારો, જાણો તમારા પર શું અસર થશે ?

Team Chabuk-National Desk: વધતી મોંઘવારી વચ્ચે દેશની જનતા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ લાંબા સમય બાદ એકાએક જ રેપો રેટમાં (repo rate) વધારો (increase) કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં એક ઝાટકે જ 0.40 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે હવે રેપો રેટ 4.40 ટકા થઈ ગયો છે. રેપો રેટ વધતાં જ સસ્તી લોનનું સપનું જોતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. રિઝર્વ બેંકની આ જાહેરાતથી લોકો પર ઈએમઆઈનું ભારણ આવનારા સમયમાં વધશે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને રેપો રેટમાં વધારાની જાણકારી આપી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટને 0.40 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. શક્તિકાંત દાસે કહ્યું કે, સેન્ટ્રલ બેંકની મૌદ્રિક નીતિ સમિતિએ આર્થિક સ્થિતિ પર ચર્ચા માટે બેઠક કરી હતી. આ બેઠકમાં એમપીસીના સભ્યોએ એકમત સાથે રેપો રેટને 0.40 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. બેકાબૂ થઈ રહેલી મોંઘવારીના કારણે એમપીસીએ નિર્ણય લીધો છે.

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરાતાં જ શેરબજારમાં કડાકો થયો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટ અને નિફ્ટીમાં 436 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. રેપો રેટમાં થયેલા વધારાની સીધી અસર શેર માર્કેટ પર પડી રહી છે.

joi e che

શું થશે અસર ?

રેપો રેટમાં વધારાની સાથે લોન પરના ઇએમઆઇ વધી જશે. કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે કે જે બેંક રિઝર્વ બેંકમાંથી ધન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોનો લોન ખર્ચ વધી જશે અને તે ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments