Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ખોવાયેલી ગીર ગાયને પોલીસે શોધી મૂળ માલિકને પરત સોંપી છે. ગાય પરત મળતા માલિકે રાહતનો શ્વાસ લીધો છે. અને PI, PSI તેમજ પોલીસની સમગ્ર ટીમનો આભાર માન્યો છે. મળતી માહિતી મુજબ પરબત ભીમાભાઇ વંશની ગીર ગાય પોતાના ઘરે બાંધેલી હતી ત્યારે છૂટીને જતી રહી હતી. ભારે શોધખોળ કરવા છતાં ગાય મળી ન હતી. જેને લઈને તેમણે એ ડિવીઝન પોલીસ મથકમાં પીઆઇ એમ.એમ. વાઢેરેને જાણ કરી હતી. નેત્રમ શાખા (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર)ના પીએસઆઇ પી.એચ. મશરૂને જાણ કરાઈ હતી. દરમિયાન આ બાબતની ગંભીરતા લઈ પી.એચ. મશરૂએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરા દ્વારા ગાયની શોધખોળ હાથ ધરી હતી.
CCTVમાં કોઇ અજાણ્યો શખ્સ પરબતભાઈની ગાયને દોરીને દાતાર રોડ પર જતો હોવાનું જોવા મળ્યું હતું. જેને લઈને એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલને જાણ કરાઈ હતી. ત્યારબાદ સીસીટીવીના આધારે ગાયને પ્રદીપ ટોકિઝ પાસેથી શોધી લેવાઈ હતી. જો કે, ગાયને દોરી જનારા શખ્સનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

ગીર ગાય વિશે જાણવા જેવું ગીર ગાય ગુજરાતના ગીરના જંગલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળે છે. આ ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે .ગીર ગાયોમાં આંચળ સારી રીતે વિકસિત થયેલા હોય છે. આ ગાય દૈનિક ૧૨ લીટર કરતાં વધુ દૂધ આપે છે. તેના દૂધમાં ૪.૫ ટકા ચરબી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત