Team Chabuk-Gujarat Desk: પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની પાંચમી “ચોટીલા આરોહણ-અવરોહણ” સ્પર્ધા યોજાઈ હતી. ચોટીલા પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ શર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં 194 ભાઈઓ અને 84 બહેનો એમ મળી કુલ 287 જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.25,000, દ્વિતિય નંબર મેળવનારને રૂ.20,000 તૃતીય નંબર મેળવનારને રૂ.15,000 એમ કુલ 10 નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.2,34,000ના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ આગામી “ગિરનાર આરોહણ-અવરોહણ” સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન (RFID) ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્યો, શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત