Homeગુર્જર નગરીSGVPના પુરાણી ભક્તિપ્રકાશ દાસજી સ્વામી અક્ષરવાસી થયા, ભૂપેન્દ્ર પટેલે કર્યા અંતિમ દર્શન

SGVPના પુરાણી ભક્તિપ્રકાશ દાસજી સ્વામી અક્ષરવાસી થયા, ભૂપેન્દ્ર પટેલે કર્યા અંતિમ દર્શન

Team Chabuk-Gujarat Desk: સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)નો પાયો નાખનાર તપસ્વી સંત એવા પુરાણી ભક્તિપ્રકાશ દાસજી સ્વામી અક્ષરવાસી થયા છે. ભક્તિપ્રકાશ દાસજી સ્વામી બ્રહ્મલીન થતાં હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન

પુરાણી ભક્તિપ્રકાશ દાસજી સ્વામીના અંતિમ દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ SGVP પહોંચ્યા હતા અને સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, છારોડી ગુરુકુળ ખાતે અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. સ્વામીજીનું આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે યોગદાન હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. પરમાત્મા દિવ્ય આત્માને સદગતિ અર્પે તેવી હરિચરણોંમાં પ્રાર્થના. ॐ શાંતિ

હરિભક્તો પણ બપોર સુધી સ્વામીજીના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શકશે. બપોર બાદ SGVPના ભક્તિપ્રકાશ દાસજી સ્વામીનો અક્ષર દેહ અમદાવાદથી ગઢડા ખાતે લઈ જવામાં આવશે. જ્યાં ગઢપુરની ઘેલા નદીના કાંઠે સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વયોવૃદ્ધ તપસ્વી સંત એવા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી અક્ષરવાસી થયાના સમાચારથી વ્યથિત છુ. સ્વામીજીનું આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે યોગદાન હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. પરમાત્મા દિવ્ય આત્માને સદગતિ અર્પે. ॐ શાંતિ

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્પી શ્રદ્ધાંજલિ

SGVP સંસ્થાના નિર્માણકર્તા, અનુષ્ઠાનપ્રિય પ. પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત વ્યથિત છું. પ્રભુ તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે તેમજ સર્વ ભક્તજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

nios plate

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments