Team Chabuk-Gujarat Desk: સુરતમાં દુષ્કર્મ અને હત્યાના બનાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક બાળકીની હત્યા કરી દેવાઈ છે. બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા સેવાઈ રહી છે. સુરતના પુણા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ગત રાત્રે શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની આશંકા છે. જો કે સુરત પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકી સાથે આ કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડ્યો છે.
પુણા વિસ્તારમાં રસ્તા પર પાર્કિંગ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર સાથે સુઈ રહેલી બાળકીનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક શ્રમજીવી પરિવાર પુણા બ્રિજ નીચે રાત્રે ઊંઘી રહ્યો હતો. પાંચ વર્ષની બાળકી તેના માતાપિતા સાથે સુતી હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ માતા જાગી જતા તેને બાળકી દેખાઈ ન હતી. જેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી મળી ન હતી. આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પુણાગામ પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પુણા વિસ્તારના ભૈયાનગર વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે ગણતરીના કલાકમાં બાળકીની હત્યા કરનાર આરોપી લલનસિંહને પકડી પાડ્યો છે. પુણાગામ પોલીસે જણાવ્યુ કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો. આખી ટીમ એક્ટિવ કરીને શોધઓળ ચાલુ કરી હતી. બાળકી વધુ પડતી રડતી હતી અને બૂમાબૂમ કરતી હતી, તેથી લલનસિંહે તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો રહેવાસી છે, પુણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. સમગ્ર મામલામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે. ત્યારે પુણાગામ પોલીસે આરોપી લલનસિંહની વધુ પૂછપરછ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
