Team Chabuk-Gujarat Desk: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ પટેલ નામના ડોક્ટરે આજે વહેલી સવારે હાથમાં ઈન્જેક્શન મારીને પોતાની હોસ્ટેલમાં જ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરી લીધું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સાથે સેવા આપતા અન્ય રેસિડેન્ટ ડોકટરોએ સવારે નાસ્તો કરવા માટે પાર્થ પટેલને બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો. તેથી હોસ્ટેલના રૂમમાં જઈને તપાસ કરતાં પાર્થ પટેલે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરકોટડા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ પાર્થ પટેલને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પાર્થ પટેલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને શારદાબેન હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતો હતો. પરંતુ છેલ્લા દોઢેક માસ અગાઉ પાર્થ પટેલની નક્કી થયેલી સગાઇ તૂટી જતા આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે. પાર્થ પટેલ મૂળ ગાંધીનગરના લવારપુર ગામનો રહેવાસી હતો અને શારદાબેન હોસ્પિટલની હોસ્ટેલમાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરતો હતો, પરંતુ સગાઈ તૂટી જતાં આઘાત લાગતા આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે પણ હાલ તો અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
