Team Chabuk-Gujarat Desk: મોરબીમાં આજ રોજ વહેલી સવારે આંગડીયા પેઢીના કર્મચારીને આંતરીને 1 કરોડ 20 લાખની લૂંટ કરવામાં આવતા મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આજે વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ મોરબીના દલવાડી સર્કલ પાસે વીપી આંગડીયા પેઢીનું ખાનગી ટ્રાવેલ્સમાં આવેલા રૂપિયાનું પાર્સલ ઉતારી પોતાની કાર સુધી જઈ રહેલા આંગડીયા પેઢીના કર્મચારીને કારમાં આવેલા ચાર બુકાની ધારી શખ્સોએ આતંરીને રૂપિયા 1.20 કરોડની જાહેરમાં લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાને લઈ મોરબી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હાલ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીપી આંગડીયા પેઢીના મનીષ પટેલ આજે સવારે રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોતાનું રૂપિયાનું પાર્સલ લેવા દલવાડી સર્કલ પહોંચ્યા હતા અને રાજકોટથી આવેલી બસમાંથી રૂપિયા 1.20 કરોડનું માતબર રકમનું પાર્સલ લઈને જતા હતા તે વખતે જ કારમાં ધસી આવેલા ચાર બુકાની ધારી શખ્સો આ પાર્સલની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.

બીજી તરફ આંગડીયા પેઢીના સંચાલક દ્વારા આ મામલે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ લૂંટ કેસમાં ભોગ બનેલા આંગડીયા પેઢીના સંચાલકની ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રવાપર રોડ ઉપર પણ બંદૂકની અણીએ ધોળા દિવસે લૂંટ થઈ હતી. ત્યારે આજે વહેલી સવારે થયેલી લૂંટમાં જાણભેદુ શખ્સોની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે ચોતરફ નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
