Homeગુર્જર નગરીમરચું પાઉડર ખરીદતાં પહેલાં ચેતજોઃ રાજકોટમાં મસાલા માર્કેટમાંથી ભેળસેળયુક્ત લાલ મરચું પાઉડર...

મરચું પાઉડર ખરીદતાં પહેલાં ચેતજોઃ રાજકોટમાં મસાલા માર્કેટમાંથી ભેળસેળયુક્ત લાલ મરચું પાઉડર અને હળદરનો જથ્થો મળ્યો

Team Chabuk-Gujarat Desk: ઉનાળાની સિઝનમાં લોકો ઘરમાં આખા વર્ષનું રાશન ભરતાં હોય છે. ત્યારે ઘણા ભેળસેળીયા વેપારીઓ ગ્રાહકોને છેતરીને ભેળસેળયુક્ત માલ પધરાવી દેતાં હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં મસાલાની સિઝન પૂરબહારમાં ખીલી છે અનેક સ્થળોએ મસાલા માર્કેટ શરૂ થઈ છે. જેમાં મસાલાના પાઉડર, હળદરમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. જેથી આવા ભેળસેળીયા વેપારીઓ ઉપર તંત્રએ તવાઈ બોલાવી છે.

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ પાસે આવેલા શ્રી રામ મસાલા માર્કેટમાંથી મરચાના પાઉડરમાં કેમિકલ, હળદરમાં સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ સામે આવતાં 350 કિલોગ્રામ ભેળસેળયુકત મસાલા તથા સડેલા મરચાના જથ્થાનો નાશ કરાયો છે.

shreeji dhosa

નાના મવા સર્કલ પાસે શ્રી રામ મસાલા માર્કેટમાં ફૂડ વિભાગની ટીમ તથા ફૂડવાન દ્વારા મસાલાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળ ઉપર પ્રાથમિક ટેસ્ટીંગ વાન દ્વારા ચકાસણી હાથ ધરાતા મરચાના પાઉડરમાં ઓઈલબેઝ કેમિકલ તેમજ હળદરમાં સ્ટાર્ચ પાઉડરની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું.

ઉપરાંત અધિકારીઓએ મસાલા માર્કેટની તપાસ કરતાં સ્થળ ઉપરથી સડેલા અને જીવાત તથા ફૂગવાળા અંદાજે 264 કિલોગ્રામ સૂકા મરચા મળી આવ્યા હતા. આ અંગે મસાલા માર્કેટના માલિક ભાવેશભાઈ વિઠ્ઠલાણીની પૂછપરછ કરતાં સડેલા મરચામાં કલર નાંખી પલ્વલાઈઝર મરચું પાઉડર વેંચવામાં આવતું હોવાની કબુલાત આપી હતી. અધિકારીઓએ સ્થળ ઉપરથી તૈયાર મરચું પાઉડર 88 કિલોગ્રામ તથા 19 કિલોગ્રામ ભેળસેળ યુકત હળદર મળી આવ્યા હતા. આમ તંત્રએ ભેળસેળ યુકત મસાલો, સડેલા મરચા મળીને અંદાજીત 350 કિલોગ્રામ પદાર્થનો નાશ કરાયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments